સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષકો ઓરડા તેમજ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત વારંવાર તંત્રને મળી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આવેલી જે સરકારી શાળાઓ છે તેમાં પ્રાથમિક સુવિધા અને શિક્ષકો પૂરતા ન હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા હોય તેવા કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના જસાપર ગામની સરકારી શાળામાં વધુ એક આવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.
આમાં ક્યાંથી ભણશે ગુજરાત – સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને બીજી તરફ હાજર શિક્ષકોની મનમાની
શિક્ષણ અધિકારીએ તપાસ હાથે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો
સુરેન્દ્રનગર જિલ્લાની જસાપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગણિત ના શિક્ષક તરીકે ફરજ બજાવતા ખુશ્બુબેન પોતે થોડા સમય પહેલા મેડિકલ રજા ઉપર ઉતરી ગયા હતા. પોતાની તબિયત ખરાબ હોવાના કારણે રજા ઉપર ઉતરી ગયા હોવાનો રિપોર્ટ શિક્ષણ અધિકારી સમક્ષ મૂકવામાં આવ્યો હતો જો કે તેમની રજા પણ શિક્ષણ વિભાગ દ્વારા પાસ કરી દેવામાં આવી હતી અને ખુશ્બુબેન રજા ઉપર ઉતરી ગયા બાદ લાંબા ગાળાથી હાજર ન થતા આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખુશ્બુબેન પોતે મેડિકલ રજા ઉપર ગયા હતા પરંતુ તપાસમાં એવો ધડાકો થયો કે ખુશ્બુબેન પોતે વિદેશ ફરવા ગયા હોય અને લાંબા ગાળા થી વિદેશ હોય એવો તપાસમાં ધડાકો થયો હતો.
આ મામલે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો કિસ્સો પ્રકાશિત થતા તાત્કાલિક પણે તંત્રને જાણ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવા અંગે મંજૂરી માંગવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી અને જિલ્લા કલેકટર સમક્ષ રિપોર્ટ મુકાયો
સુરેન્દ્રનગર જિલ્લાની જસાપર ગામની પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા ખુશ્બુબેન પોતે લાંબા સમયથી રજા ઉપર હતા. રજા નું કારણ એ દર્શાવવામાં આવ્યું હતું કે તે પોતે બીમાર છે પરંતુ આ અંગે લાંબા સમયથી હાજર ન થયા હોવાના કારણે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મુદ્દે શાળાના પ્રિન્સિપાલ અને અન્યત્ર લોકોની તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી પરંતુ ત્યાં પણ કોઈ પણ પ્રકારની માહિતી મળી શકી ન હોવાનું બહાર આવ્યું છે પરંતુ ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક રીતે તપાસ હાથ ધરવામાં આવતા ખુશ્બુબેન પોતે વિદેશ ફરવા ગયા હોવાનો તપાસમાં દડાકો થયો હતો આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સમક્ષ આ એક રિપોર્ટ મૂકવામાં આવ્યો છે.