તાત્કાલીક પોલીસે યુવકને હોસ્પિટલ ખસેડી જીવ બચાવ્યો
શહેરનાં સર્વેશ્વર ચોકમાં દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવતો હોવાની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં થતા સ્ટાફે સર્વેશ્વર ચોક પહોચી યુવાનની અટકાયત કરી પોલીસ મથકે લઈ જતા યુવાને પોલીસ મથમાં જ બ્લેડ વડે પોતાની જાતે ગળાના ભાગે છરકા મારતા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક પાસે અર્જુન લાલબહાદૂર સીંગ નામનો ૧૯ વર્ષિય નેપાળી યુવાન દારૂ પીધેલી હાલતમાં ધમાલ કરતો હોય જેની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં થતા પોલીસે અર્જુનને દબોચી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા. જયાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી યુવકની પૂછતાછ કરતા યુવકે પોતાની પાસે રહેલી બ્લેડ વડે પોતાના ગળા પર છરકા મારી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સીવીલ હોસ્પિટલ સારવાર બાદ પોલીસે યુવક અર્જુનસીંગ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી અટકાયત કરી છે.