આતંકવાદનો સફાયો: મોદી મંત્ર-2
ડ્રગ્સ ઘુસાડવામાં અને જાલીનોટના નેટવર્કના માધ્યમથી ત્રાસવાદ પ્રવૃત્તિ આચરવા ફંડ એકઠુ કરવામાં આવતુ?
હરિયાણાની બિસ્નોઇ ગેંગના સાગરિતને કચ્છથી ઉપાડી લેવાયો: રાજકોટના જાલીનોટ કૌભાંડનો તાગ મેળવવા તંત્રની કવાયત
આતંકવાદને નાથવા એનઆઇએ દ્વારા આઠ રાજયમાં 72 દરોડામાં પાડયા: પાકિસ્તાન અને કેનેડા સ્થીત ડ્રગ્સ માફિયાની સાંઠગાંઠનો ઘટસ્ફોટ
આંતકવાદને નાથવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલી કવાયાત અંતર્ગત ડ્રગ્સ માફિયા અને જાલીનોટના કાળા કારોબાર પર સુરક્ષા એજન્સીઓને તુટી પડવા અને વ્યાપક દરોડા પાડવાના આદેશોના પગલે એનઆઇએની ટીમ દ્વારા ગુજરાત સહિત આઠ રાજયમાં 72 સ્થળોએ સર્જીકલ સ્ટાઇક કરી છે. જેમાં ડ્રગ્સ વેચાણના નાણા તેમજ જાલીનોટ ઘુસાડી આંતકવાદી પવૃતિ માટેઆર્થિક મદદ કરતા હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. હરિયાણાની બિશ્ર્નોઇ ગેંગના સાગરિતને કચ્છના અંજારના મેઘપર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ વિદેશમાં ડ્રગ્સ માફિયા સાથેના સંપર્કો બહાર આવ્યું છે. રાજકોટમાં તાજેતરમાં ઝડપાયેલી જાલીનોટનું પગેરુ પણ હૈદરાબાદ સુધી નીકળ્યાબાદ ઉંડી તપાસ માટે સુરક્ષા તંત્ર દ્વારા કવાયત હાથધરવામાં આવી છે.
દેશની જુદી જુદી એન્જસી એનઆઇએ, સીબીઆઇ, ઇન્કમટેક્ષ અને ઇડી દ્વારા દેશના 190 સ્થળોએ વિવિધ મુદે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એનઆઇએ દ્વારા ગેંગસ્ટર, ત્રાસવાદી સંગઠન અને ડ્રગ્સની ઘુસાડતા લોરેન્સ બિશ્ર્નોઇ ગૈેંગનના 72 સ્થળે તપાસ, હાથધરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એનઆઇએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગેંગસ્ટરો દ્વારા આંતકવાદી પ્રવૃતિ માટે ફંડીંગ, સશસ્ત્રની દાણચોરી, ડ્રગ્સ ઘુસાડવા, જાલીનોટ કૌભાંડની સાંઠગાંઠ અંગેની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
દેશના કેટલાક ગેંગસ્ટરોને વિદેશથી આર્થિક મદદ મળી રહી છે. આંતરિક ભાંગભોડ કરતા તત્વ હાલ પાકિસ્તાન, કેનેડા, મલેશિયા,ઓસ્ટ્રેલીયા સહિતના દેશોમાં ભાગી આશરો મેળવ્યો છે. આવા ગેંગસ્ટરો વિદેશમાં આશરો મેળવી ભારતની જેલમાં રહેલા ખુખાર શખ્સો સાથે મળી ડ્રગ્સ, હથિયાર, હવાલા, ખંડણી વસુલી અને જાલીનોટ જેવી નાપાક પ્રવૃતિ કરવામાં મદદ કરી રહ્યા હોવાના પુરાવા ંમળ્યા છે. એનઆઇએ દ્વારા દેશના વિવિધ સ્થળે પાડેલા વ્યાપક દરોડામાં મહારાષ્ટ્રના બિલ્ડર સંજય બિયાની અને પંજાબના આંતરરાષ્ટ્રીય કબડ્ડી આયોજક સંદિપ નાંગલની હત્યા સહિતના અંગે ગુનાઓના કાવતરા જેલમાં ઘડવામાં આવ્યાબાદ અંજામ આપવામાં આવ્યાનું બહાર આવ્યું છે.
એનઆઇએ દ્વારા કચ્છના ગાંધીધામ લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નજીકના સાથીદાર કુલવીન્દરના મકાન અને ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલવીન્દરે બિશ્ર્નોઇ ગેંગના સભ્યોને આશરો આપવામાં આવ્યો હોવાનો તેમજ કુલવીન્દર વિદેશના ડ્રગ્સ માફિયા સાથેના સંપર્કો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
તાજેતરમાં જ રાજકોટમાં જાલીનોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાસ થયો છે. જેમાં રાજકોટ પોલીસે ઉંડી તપાસ કરી જાલીનોટ કૌભાંડ અંગે પુના અને હૈદરાબાદ સુધી તપાસ લંબાવી છે.