એક્સિસ બેંકના અધિકારીઓને નોટબંધી દરમિયાન શૈલ કંપનીઓના ખાતામાં ભારે અનઅધિકૃત રકમની લેવડ-દેવડની અનુમતી આપીને ઓફિસીયલ પોઝીશનનો દુરુપયોગ કર્યો છે: સીબીઆઈ
ધી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને (સીબીઆઈ) અમદાવાદમાં ગઈકાલે જુદા જુદા ૧૬ સ્ળો પર રેડ પાડી હતી. એક્સિસ બેંકની શૈલ કંપનીઓના ખાતામાં નોટબંધી બાદ ૧૦૦.૫૭ કરોડ ‚પિયાની જુની નોટો જમા કરાવવાના બાર લોકો વિરુધ્ધ એફઆઈઆર નોંધાવવાના આરોપમાં સીબીઆઈએ રેડ પાડી હતી.
સીબીઆઈએ જણાવ્યું કે, પૂર્વ બ્રાંચ મેનેજર યશ મહેતા, એક્સિસ બેંકના અન્ય બે અધિકારી, અભિમન્યુસિંઘ અને મેમનગર બ્રાંચની રીટા કુમારી અને અન્ય અજાણ્યા શખ્સો વિરુધ્ધ અપરાધિક ડષયંત્ર, ચીટીંગ અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ આરોપ મુકયો છે કે, એક્સિસ બેંકના અધિકારીઓએ નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૬ નોટબંધી દરમિયાન શૈલ કંપનીઓના ખાતામાં ભારે અનઅધિકૃત લેવડ-દેવડની અનુમતિ આપીને ઓફિસીયલ પોઝીશનનો ગેરઉપયોગ કર્યો છે.
સીબીઆઈએ આ મામલા અંગે જણાવ્યું કે, બેંક અધિકારીઓ અને બ્રાન્ચ મેનેજરની મદદી એક ટોળું ‘નેમ બીલ્ડીંગ’ ખાતા નામે જુની નોટોને જમા કરાવતું હતું. રોકડ હેન્ડલર્સના ઓછામાં ઓછા પણ સમૂહોએ એક્સિસ બેંકની ૨૫ શૈલ કંપનીઓના ખાતામાં લગભગ ૧૦૦.૫૭ કરોડ ‚પિયા જમા કરાવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનના પ્રવકતા આર.કે.ગોરે કહ્યું કે, તેઓ ‘લેન્ડિંગ’ ખાતાના આધારે મોટી રોકડ રકમ જમા કરવાની સો જોડાયેલા વ્યવહારોને કમિશન બેઝીસ કહી રહ્યાં છે. એ પણ આરોપ લગાવાયો કે, જૂની નોટો જમા કરવાની અવધિ દરમિયાન એક્સિસ બેંકમાં ઘણા ખરા બનાવોમાં એક વ્યક્તિ દ્વારા એક જ દિવસમાં મોટી રકમમાં જુની નોટો જમા ઈ હતી. બેંક અધિકારીની સલાહ અનુસાર, જમા કરાવનાર વ્યક્તિને એક વખતમાં કેટલીક ડીપોઝીટ સ્લિપ જમા કરાવવા માટે ૯ લાખ ‚પિયાી ઓછી રોકડ રકમની સો પ્રતિ સ્લિમ જમા કરીને મોટી રકમમાં જુની નોટો બેંકમાં જમા કરાવી હતી. સીબીઆઈએ વધુમાં જણાવ્યું કે, બેંકની પાસે ૧૩ કરોડ રૂપિયાની કેશ ડીપોઝીટની સ્લીપ ઉપલબ્ધ ની.