આ બેઠકમાં ચાર રાજયોની ચૂંટણીમાં મળેલી ભાજપને પછડાટનું વિશ્લેષણ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં આવશે
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમી ફાઈનલ સમાનપાંચ રાજયોની ચૂંટણીમાં ભારે પછડાટ મળી છે.જેથી લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને ફરીથી આગવી ઈમેજ ઉભી થાય તે માટે મોદી સરકાર વિવિધ નવી યોજનાઓ વિચારી રહી છે. ભાવિ યોજનાઓ અંગે ચર્ચાવિચારણા કરતા ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજવામાં આવશે આ બેઠકમાં પાર્ટીને મળેલી હારનાં પાસાઓનું વિશ્લેષણ કરીને આગામી ચૂંટણીમાં કચાશ ન રહે તે માટે પણ રણનીતિ ઘડી કઢાશે.
વિશ્વ માં સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી ભાજપ પાર્ટીમાં સંગઠન શકિત અતિ મહત્વ છે. જેથી આગામી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર દ્વારા બનાવવામાંઆવનારી યોજના, રાજય વિધાનસભામાં હાર પાછળના કારણો, આગામી રણનીતિ સહિતની તમામ વિગતો પાર્ટીના દેશના તમામ ભાજપી આગેવાનો, કાર્યકરો સુધી પહોચેતે માટે આગામી માસે રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની આગેવાનીમાં પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં રાષ્ટ્રીય કારોબારીની આ તારીખ નકકી કરવામાં આવીછે. તેમ ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ આ બેઠકમાં રાજય વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારના મુદો એજન્ડામાં ન હોય કોઈ ચર્ચા થઈ નથી તેમ યાદવે જણાવીને દાવો ર્ક્યોહતો કે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક અંગે અગાઉથી નકકી કરવામાં આવી હતી ગઈકાલે તેની માત્ર તારીખો નકકી કરવામાં આવી છે તેને પાર્ટીની હાર સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીનો આ બેઠકમાં એજન્ડા પહેલાથી હતો.
પાર્ટીના સાત મોરચાની બેઠકની તારીખો પણ નકકી કરવામાંઆવી છે. જેમાં યુવા મોરચાની બેઠક ૧૫-૧૬ ડીસેમ્બરે દિલ્હીમાંમહિલા મોરચાની બેઠક ૨૧-૨૨ ડીસેમ્બરે અમદાવાદમાં અનુસુચિત જાતી મોરચાની બેઠક ૧૯-૨૦ જાન્યુઆરીએ નાગપૂરમાં જયારેલઘુતમી મોરચાની બેઠક આગામી ૩૧ જાન્યુ.૧ ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાશે સુવર્ણ જાતી મોરચાની બેઠક ૨-૩ ફેબ્રુઆરીએ ભુવનેશ્વર માં, ઓબીસી મોરચાની બેઠક ૧૫-૧૬ ફેબ્રૂઆરીએ પટનામાં જયારે કિસાન મોરચાની બેઠક ૨૧-૨૨ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં યોજાશે તેમ યાદવે જણાવ્યુંં હતુ.
આ બેઠકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સહિતના પાર્ટીના આગેવાનો સંબોધન કરશેને પાર્ટીની લોકસભાની રણનીતિ અંગેની માહિતી આપશે
જો કે, પાર્ટીના સુત્રોએ એવો દાવો કર્યો હતો કે અમિત શાહ અને જે રાજયોમાં ભાજપની હાર થઈ છે તે રાજયોનાં પાર્ટી પ્રમુખોની બેઠકો દરમ્યાન હારના મુદે અનૌપચારિક ચર્ચા કરવામાં આવનારી છે.