ગુજરાત વિધાનસભાની નવેમ્બર માસના અંતિમ ભાગમાં અથવા તો ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહમાં યોજનારી ચૂંટણી અંગે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રી ફેલા જ સેન્સની પ્રક્રિયા શરૂ થશે, અને નવરાત્રીના સમયગાળામાં પૂરી કરી દેવામાં આવશે. ભાજપના ટોચના આધારભૂત સૂત્રોમાઠી મળતી માહિતી અનુસાર આગામી તારીખ 24 થી 25 દરમિયાન નિરીક્ષકોની દરેક ટીમોએ પોતાને ફાળવેલા સંસદીય મત વિસ્તારમાં આવતી વિધાનસભાની બેઠકો માટેની સેન્સની પ્રક્રિયા પુરી કરવાની રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની જાહેર કરાયેલી પ્રત્યેક ટિમમાં એક એક સંસદસભ્ય, એક એક ધારાસભ્ય અને જે તે વિસ્તારના બોર્ડ નિગમના ચેરમેન કે ભાજપના સિનિયર આગેવાનો ને સ્થાન આપવામાં આવ્યું છે.  37 જીલ્લાઓમાં નિરીક્ષકોની ટીમ જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.