સરકારનાં નોકરી આપવાનાં પ્રયાસની પણ કોંગ્રેસ નિંદા કરે છે તે કેટલું યોગ્ય છે ? – ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તાએ વિપક્ષનાનેતા પરેશભાઈ ધાનાણીએ રોજગારી અંગે કરેલાં નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું, કે કોંગ્રેસ હમેશાં ઉશ્કેરાટ અને ભડકાવવાની વાત કરીને પોતાનાં રાજકીય રોટલા શેકવાની પ્રવૃતિ કરી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસનાં શાસન વખતે પણ ગુજરાત રોજગારીમાં પ્રમ નંબરે રહ્યું હતું. અને પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં  ભાજપ સરકારમાં  ગુજરાત રોજગારીમાં પ્રમ નંબરે છે. તે હકીકત છે.

જયારે ભાજપના શાસનમાં દર વર્ષે પ્રાઈવેટ સેકટર માટે રોજગારી મેળા પ્રતિ વર્ષે યોજીને છેલ્લા પાંચ વર્ષમાં ૫,૨૬૯ ભરતી મેળા યોજીને ૧૦,૦૯,૬૫૨ લાખી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. એટલું જ નહીં સરકારી ક્ષેત્રમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભરતી યોજવામાં આવતી હોય છે. ગયા વર્ષે ૧,૦૦,૦૦૦ સરકારી નોકરી અપવામાં આવી હતી. આ વર્ષે સતત ભરતીની પ્રક્રીયા ચાલુ છે. તેમજ મુદ્રા યોજના અંતર્ગત સમગ્ર રાજયમાં છેલ્લા ૪ વર્ષમાં ૪૪,૨૦,૬૨૩ી વધુ લાર્ભાીઓને રૂ.૩૦,૪૬૮ કરોડનું ધિરાણ કરીને લાર્ભાીઓને પગભર કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસ પારદર્શકતાનો વિરોધ કરે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે એકશનનો વિરોધ કરે છે. કોંગ્રેસે ભૂતકાળમાં વાઈબ્રન્ટનો વિરોધ કરીને ગુજરાતમાં મૂડીરોકાણ ન આવે તેવાં ષડયંત્રો રચ્યા હતાં. હવે સરકારનાં નોકરી આપવાનાં પ્રયાસની પણ કોંગ્રેસનિંદા કરે તે યોગ્ય ની. કોંગ્રેસની મેન્ટાલીટી સંપૂર્ણ નકારાત્મક અને ખંડનાત્મક છે. ગુજરાત રોજગારીનાં આંકડાઓ ધ્યાનમાં લીધાં વગર અપપ્રચાર કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને ગુજરાતનાં હિતમાં નહીં ગુજરાતને બદનામ કરવામાં રસ છે. પંડયાએ કોંગ્રેસનાં વિપક્ષના નેતાને જવાબ આપતાં જણાવ્યું હતું, કે પેપરલીક કમનસીબ અને પીડાદાયક ઘટના છે, પરંતુ પુન:પરીક્ષા લેવાનાં નિર્ણય અને કસૂરવારોને પકડીને ગેરરીતી કરનારા ગુનેગારોનું નસીબ ફૂટ્યું છે. સરકાર કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને છોડવાની ની. હોંશિયાર, પરીશ્રમી અને પ્રમાણિક લોકોનાં નસીબને સરકારે પુન:પરીક્ષા માટે અકબંધ રાખ્યુ છે.  કોઈપણ શહેશાહ રાખ્યાં વગર એક પછી એક ગુનેગાર પકડાઈ રહયાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.