રાજકોટમાં 12, પોરબંદર-જૂનાગઢમાં 10, અમરેલી, મોરબી અને ગોંડલમાં 7-7 પોષ્ટ ઓફિસોને મર્જના નામે અલીગઢી તાળા
ગુજરાતમાં 250 વધુ પોષ્ટ ઓફિસોને મર્જ કરવાના બહાના તળે બંધ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રની 53 પોષ્ટ ઓફિસ છે.
શાળા મર્જ કરવાના ભાજપા મોડલની જેમજ પોસ્ટ ઓફીસ મર્જ કરી જનતાની હાલાકી અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારો માટે અગત્યની રાષ્ટ્રિય સેવા પોસ્ટલ સર્વિસ પ્રત્યે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકારના ઓરમાયા વલણથી હાલાકીમાં વધારો થયો છે. ગુજરાતમાં 250 થી વધુ પોસ્ટ ઓફિસ / સબ પોસ્ટ ઓફિસ મર્જના નામે બંધ કરવાથી સામાન્ય નાગરિકો પોસ્ટલ સેવાથી વંચિત થયા છે.
નજીકની પોસ્ટ ઓફિસ બંધ થવાથી ઉંમરવાળા વ્યક્તિઓને અને ખાસ કરીને વિધવા મહિલાઓ સહિત વિવિધ સરકારી કલ્યાણ યોજનાના લાભ, મળવાપાત્ર આર્થિક સહાય તથા અન્ય સામાજિક યોજનાઓની સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ઈન્ટરનેટ કનેક્ટીવીટીની સ્પીડનો મોટો પ્રશ્ન છે અને વારંવાર ફિનેકલ સર્વરની સમસ્યા ઉભી થઈ રહી છે. તેવા સમયે પોસ્ટલ સર્વિસ ગ્રાહકોના સમય, શક્તિ વેડફાઈ રહ્યાં છે.
પોસ્ટલ સર્વિસના ભોગે કેન્દ્ર સરકાર ખાનગી કુરીયર સેવાઓને પ્રોત્સાહન આપી રહી છે. ઇંજૠ-ઈંઈં / ઇંજૠ-ઈં ની તમામ ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં આવતી નથી. છેલ્લા 18 મહિનાથી પોસ્ટના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવ્યું નથી. પોસ્ટલ કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી તાત્કાલિક જૂની પેન્શન યોજના પુન: સ્થાપિત કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
પોસ્ટલ સેવાઓ મજબુત કરવા, કર્મચારીઓની ભરતીની માંગ કરતા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે પોસ્ટલ સેવાઓનું ખાનગીકરણ – ફ્રેન્ચાઈઝી આઉટલેટસ – ડાક મિત્ર યોજનાને કારણે નાગરિકોને હાલાકીમાં વધારો થયો છે. કોરોના સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે ઉઘઙઝ ની સૂચના મુજબ કોરોનાને કારણે ૠઉજ સહિત તમામ ગેરહાજરીને નિયમિત કરવામાં આવી નથી.
કોરોના મૃતક કર્મચારીના પરિવારને રૂ. દસ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. તેમજ આજદિન સુધી કર્મચારીના પરિવારના એક પણ સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણુંક કરાઈ નથી. મોટા ભાગના વિભાગોમાં, પોસ્ટમેનને તેમનું ડબલ ડ્યુટી, સ્પીડપોસ્ટની કામગીરી કરે છે પરંતુ મળવા પાત્ર ભથ્થું પણ ચૂકવવામાં આવતું નથી.
ગુજરાતમાં પોસ્ટલ સુવિધા સુદ્રઢ થાય અને નાગરિકોને સારી સુવિધા મળે તે માટે ભાજપ સરકાર પોસ્ટલ ડીપાર્ટમેન્ટનું ખાનગીકરણ બંધ કરે, કોરોના મૃતક કર્મચારીના પરિવારને તાત્કાલિક 10 લાખનું વળતર ચુકવવામાં આવે, પોસ્ટમેનને ડબલ ડ્યુટી, સ્પીડપોસ્ટ અને મોંઘવારી ભથ્થું સત્વરે ચુકવવામાં આવે, પોસ્ટલ કર્મચારી માટેની નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
અમદાવાદમાં 15,વડોદરામાં 15, અમરેલીમાં 7, પોરબંદરમાં 10, જુનાગઢમાં 10, પંચમહાલમાં 6, મોરબીમાં 7, ગોંડલમાં 7, રાજકોટમાં 12, વલસાડમાં 1, પોષ્ટ ઓફીસને મર્જ કરવામા આવી છે.
અમદાવાદમાં સ્ટેડીયમ માર્ગ પોસ્ટ ઓફિસ, વશિષ્ટનગર પોસ્ટ ઓફિસ, કુબેરનગર બંગલા એરીયા પોસ્ટ ઓફિસ, આઝાદ સોસાયટી પોસ્ટ ઓફિસ, આનંદનગર પોસ્ટ ઓફિસ, શારદાનગર પોસ્ટ ઓફિસ, એલ.જી. હોસ્પિટલ પોસ્ટ ઓફિસ, કાલુપુર ચકલા પોસ્ટ ઓફિસ, કબીર ચોક પોસ્ટ ઓફિસ, ડી.ટી. પુરા પોસ્ટ ઓફિસ, પબ્લીક ઓફિસ પોસ્ટ ઓફિસ, ગોમતીપુર પોસ્ટ ઓફિસ, ખોડીયારનગર પોસ્ટ ઓફિસ, એન.સી. મીલ પોસ્ટ ઓફિસ, ખાનપુર પોસ્ટ ઓફિસને બંધ કરાય છે.