કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા,મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા
અને અતુલ રાજાણીના નામોની જાહેરાત ન થતા કાર્યકરો આશ્ર્ચર્યમાં ગરકાવ
પ્રથમ યાદીમાં કોંગ્રેસે 14 વોર્ડ માટે 22 ઉમેદવારોના નામની કરી ઘોષણા:10
રિપિટ,12 નવા ચહેરા:કાલે બીજી યાદી જાહેર કરાઈ તેવી સંભાવના
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાઈ ગયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે આગામી ગૂરૂવાર સાંજ સુધીમાં ખેંચતાણ વગરની બેઠકોમાં ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
રાજ્યની 6 મહાનગરપાલિકાઓની આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે.કાલે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ મહાપાલિકાઓ માટે ઉમેદવારોનાં નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટના 14 વોર્ડ માટે 22 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. 10 સીટીંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે.જ્યારે 12 નવા ચહેરાઓના નામની ઘોષણા કરાઇ છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં સિનિયરો નેતાઓના નામની જાહેરાત ન કરાતા કાર્યકરો અચરાજમાં પડી ગયા છે.આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના જણાઈ રહી છે.
કોંગ્રેસ દ્વારા ગઈકાલે રાજ્યની અલગ-અલગ મહાપાલિકાઓ માટે ઉમેદવારોનાં નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો પૈકી 14 વોર્ડની 22 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે.ગત ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટર પૈકી 10 ને રિપીટ કરવામાં આવ્યા છે.જ્યારે 12 નવા ચહેરાના નામની ઘોષણા કરાય છે.વોર્ડ નં.1 માટે જલ્પાબેન શૈલેષભાઈ ગોહિલ,વોર્ડ નં. 3માં દાનાભાઈ હુંબલ,વોર્ડ નં. 4 માટે સીમ્મીબેન જાદવ અને નારણભાઇ આહિરને ટિકિટ આપવામાં આવી છે.વોર્ડ નં.5માં ગત ટર્મમાં ભાજપના બેનર પરથી ચૂંટાયેલા અને તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર દક્ષાબેન ભેસાણીયાને ટિકિટ આપવામાં આવી છે.આ ઉપરાંત આ વોર્ડમાં જીતેન્દ્રભાઈ રૈયાણીના નામની પણ ઘોષણા કરાઇ છે.વોર્ડ નં.6માં પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા અને રતનબેન મોરવાડિયા વોર્ડ નં.8 માટે જાણીતા એડવોકેટ જીગ્નેશભાઈ જોશી,વોર્ડ નં.9 માટે ચંદ્રિકાબેન ઘરસન્ડિયા અને વિશાલભાઈ ડોંગા,વોર્ડ નં. 10 માં પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા અને ભાર્ગવીબા ગોહિલ, વોર્ડ નં.12 માટે પૂર્વ કોર્પોરેટર ઉર્વશીબા જાડેજા અને વિજયભાઈ વાંક વોર્ડ નં.13 માટે જાગૃતીબેન ડાંગર વોર્ડ નં.14 માટે ભારતીબેન સાગઠીયા,વોર્ડ નંબર 15 માટે પૂર્વ કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાની,વોર્ડ નં.16 માટે પૂર્વ કોર્પોરેટર રસીલાબેન ગરૈયા અને વલ્લભભાઈ પરસાણા જ્યારે વોર્ડ નં.17 માટે પૂર્વ કોર્પોરેટર જયાબેન ટાંક અને ઘનશ્યામસિંહ જાડેજાના નામની ઘોષણા કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર,પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા,મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા અને અતુલભાઈ રાજાણીની ટિકિટ 100% ફાઇનલ મનાઈવરહી છે.
પરંતુ કોંગ્રેસે ગઈકાલે સાંજે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં સિનિયર નેતાઓના નામની સત્તાવાર ઘોષણા ન કરતા હવે કાર્યક્રરો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે આ ચારેયને ટિકિટ નહીં મળે કે શું કહેવા પણ સવાલ કાર્યકરોના મગજમાં ઘૂમરાવા ચઢયા છે આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરે તેવું હાલ દેખાય રહ્યું છે.
કોંગ્રેસે બેઠકદીઠ માટે છ-છ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા
એક સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારોનું ફોર્મ પણ ભરાશે: જે 22 ઉમેદવારોના નામો જાહેર કરાયા છે તેઓને સાંજ સુધીમાં તમામ ડોક્યુમેન્ટ કાર્યાલય પહોંચાડવા આપી દેવાનો આદેશ આપી દેવાયો
રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ હજી ઉમેદવારોના નામ નક્કી કરવા મહામંથન કરી રહ્યું છે.ત્યારે કોંગ્રેસે પ્રથમ યાદીમાં 22 ઉમેદવારોના નામ તો જાહેર કરી દીધા છે આજે સાંજે અથવા આવતીકાલે સવારે ઉમેદવારોના નામની બીજી યાદી પણ જાહેર કરી દેવાશે કોંગ્રેસે એક બેઠક માટે છ ઉમેદવારી ફોર્મ ઉપાડયા છે. એક સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારો ને પણ ફોર્મ ભરવામાં આવશે.કોંગ્રેસને કુલ 432 જેટલા ફોર્મ ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે તેઓને આજે કાર્યાલય ખાતે બોલાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરી કાર્યાલય પહોંચાડી દેવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં શહેરના 14 વોર્ડ માટે 22 ઉમેદવાર જાહેર કરાયા છે.જે તમામને આજે કાર્યાલય ખાતે બોલાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ઉમેદવારી ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની યાદી આપી દેવામાં આવે છે અને સાંજ સુધીમાં તમામ ડોક્યુમેન્ટ કાર્યાલય ખાતે પહોંચાડી દેવા જણાવાયું છે.કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ પણ ઉપાડવામાં આવ્યા છે.જેમાં એક બેઠક માટે કુલ છ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ફૂલ 432. ફોર્મ ઉપાડ્યા છે.કોંગ્રેસ એક સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ ભરાશે. સત્તાવાર ઉમેદવાર ફોર્મ માન્ય હતા ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ થઇ જશે. કોંગ્રેસની બીજી યાદી સાંજે જાહેર થાય તેવી સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે.જો આજે સાંજે ઉમેદવારોનાં નામની બીજી યાદી જાહેર નહીં કરાય તો આવતીકાલે સવારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર થશે.