Abtak Media Google News

રામભકતોની 500 વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે. અયોઘ્યામાં રામજન્મ ભૂમિ પર જ ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગઇકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  ભાજપ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં લોકસભાની બેઠકો વાઇઝ કાર સેવકો અને રામભકતોને અયોઘ્યા ખાતે રામલલ્લાના દર્શન માટે લઇ જવામાં આવશે. ધારાસભ્યો અને સાંસદોને આ માટે ટારર્ગેટ પણ આપી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.

લોકસભાની બેઠક વાઇઝ રામ ભકતોને અયોઘ્યામાં દર્શન કરાવવાની વ્યવસ્થા કરાશે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે  જણાવ્યું  હતું કે, ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિર બનવા માટે ઘણા આંદોલન થયા, કારસેવા કરી તો ઘણા લોકોએ શહિદો વ્હોરી તેમજ કેટલાય લોકોએ જુદી જુદી માનતા રાખી લાગણીઓ વ્યકત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોની વર્ષો જૂની માંગને પુર્ણ કરતા તેમને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન રામ આપણી શ્રદ્ધા છે પરંતુ કેટલાય લોકો આ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, , શ્રી રામજી ભગવાન તો છે જ અને સાથે  અયોધ્યાના રાજા પણ છે. અયોધ્યામાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યાને સજાવવામાં આવી છે. ભગવાન રામ રાજાનું મંદિર ભવ્ય બને તેની અપેક્ષા પુર્ણ થઇ છે સમગ્ર દુનિયામાં બનેલા મંદિરો પૈકીનું શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ થયું છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યથી તમામ દેશવાસીઓ સંતોષની લાગણી અનુભવે છે.  1991માં કેટલાય કાર સેવકોએ પોલીસનો લાઠીચાર્જ સહન કર્યો છે, જેલમાં સજા ભોગવી છે. વિપક્ષ પાર્ટી કે જે ભગવાન શ્રી રામમાં શ્રદ્ધા રાખતી ન હતી તેમના જુલમ પણ સહન કર્યા છે તે તમામ લોકો આજે આનંદની લાગણી અનુભવતા હશે. કારસેવકો અને શ્રદ્ધાળુઓને અયોધ્યામાં ભગવાન રામજીના દર્શન માટે દરેક લોકસભા દીઠ ટ્રેન મારતે  મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.