રાજકોટમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા પરંપરાગત પ્રભાત ફેરી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ: કાલે દેરાવાસીઓ મહાવીર જયંતીની ઉજવણી કરશે
ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મોત્સવના આજે રાજકોટમાં ભવ્ય વધામણા કરવામાં આવ્યા હતા. રાજકોટમાં સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આજે મહાવીર સ્વામીની ૨૫૪૩મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા પરંપરાગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. આજે રાત્રે ભક્તિ સંધ્યા અને આવતીકાલે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દેરાવાસી જૈન સમાજ દ્વારા આવતીકાલે મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવશે.
પરમ તારક ર્તીંકર પરમાત્મા પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવના પાવન અવસરે રાજકોટમાં સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ, વિરાણી પૌષધશાળા તા મોટા સંઘ દ્વારા મહાવીર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગી શ‚ યેલી આ પ્રભાત ફેરીમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ખાસ ઉપસ્તિ રહ્યાંહતા. જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીને પાઘડી પહેરાવવામાં આવી હતી અને તેઓને મહાવીર સ્વામી ભગવાનની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા મહાવીર જયંતી નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. તા તેમનામાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો.
આ પાવન પ્રસંગે મુખ્યમંત્રી વિજય ‚પાણીએ જણાવ્યું હતું કે, ગૌ-હત્યા અંગેનો જે કાયદો બનાવામાં આવ્યો છે તે ખુબ જ કઠીન છે પરંતુ આ કાયદાી ગૌ-હત્યા સો સંકળાયેલા કોઈ વ્યક્તિ હવે બચી નહી શકે. સમગ્ર ગુજરાતમાં જૈન સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટના વતની હોવાના કારણે તેઓ મહાવીર જન્મજયંતી રાજકોટ ખાતે ઉજવવાનું નકકી કર્યું હતું અને જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલી જૈનસભામાં અધ્યક્ષપદે હાજરી આપશે.
સોશ્યલ મીડિયામાં જે રીતે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવાની વાત સામે આવી રહી છે તે જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાત અને સમગ્ર ભારતની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે અને કોંગ્રેસે પણ માની લીધું છે કે તેમની નાવડી હવે ડુબવામાં છે.
આ પ્રભાત ફેરીમાં રાજકોટના જૈન અગ્રણી અને ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ, મયુરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા. બપોરે શેઠ ઉપાશ્રય, શેઠ પૌષધશાળા અને શેઠ આરાધના ભવન દ્વારા બહેનો માટે સ્તવન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન શ્રીમતી અંજલીબેન ‚પાણી કરશે મહાવીર સેવા ટ્રસ્ટ તા મધુવન કલબ દ્વારા આજે રાત્રે ૮ કલાકે બાલભવન ખાતે આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીતનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં અંકુરભાઈ શાહ, ભાસ્કરભાઈ શુકલ, નીધી ધોળકીયા સહિતના સ્તવનકારો દ્વારા ભક્તિ સંગીત પિરસાશે. આ તકે નિરંજનભાઈ શાહનું સન્માન કરવામાં આવશે.
આવતીકાલે રવિવારે સવારે ૭:૩૦ કલાકે જૈનમ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કિશાનપરા ચોકી શ‚ નારી આ શોભાયાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી શાસનધ્વજ ફરકાવી પ્રસન કરાવશે. આ તકે ૨૪ આકર્ષક ફલોટ રહેશે. શોભાયાત્રા ચૌધરી હાઈસ્કુલમાં પહોંચી ધર્મસભામાં ફેરવાશે. રવિવારે બપોરે ૧૨ કલાકે સંઘ જમણ સ્વામી વાત્સલ્ય માટે ૪૮ પાલની અદ્ભૂત વ્યવસ કરવામાં આવી છે. રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આજી ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સો વીરપ્રભુના વધામણા શ‚ યા છે.