- ઘાયલ એવા અબોલ પશુ-પંખીઓ માટેની 100 કરોડના ખર્ચે બનશે વિશાળ અદ્યતન ઓબ્વેજ કેર – એનિમલ કેર સેન્ટર
દુખિયોના આંસુઓને આનંદમાં અને કોઈની પીડાને પ્રસન્નતામાં પલટાવીને મળેલા આ મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય નિભાવતા અને તે જ માનવતાની પ્રેરણા હજારોમાં જન્માવતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિમ હારાજ સાહેબના 54મો જન્મોત્સવ અવસરે પરમ ધામ સાધના સંકુલના પ્રાંગણે ઉજવાયો માનવતા મંત્રોત્સવ.
પરમ ગુરૂદેવને જન્મોત્સવની શુભેચ્છા – અભિવંદના અર્પણ કરવા આ અવસરે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી પધારેલા સંઘ શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, અનેક સંસ્થાના પદાધિકારીઓ, એચ.એન. ફાઉન્ડેશન હોસ્5િ.ના સી. ઈ. ઓ ડો. તરંગજી ગિયાન ચંદાની,એમ. એલ. એ. શ્રીકિશનજી કથોરે, મહારાષ્ટ્રના મિનિસ્ટર મંગલપ્રભાતજી લોઢા, એ.સી. પી. સુનિલભાઈ જૈનજી, ભાર્ગવભાઈ પટેલ, પરાગભાઈ શાહ આદિ અનેક રાજકીય ક્ષેત્રના મહાનુભાવો તેમ જ લાઇવના માધ્યમે જોડાયેલાં દેશ-પરદેશના મળીને લાખો ભાવિકોએ ભક્તિ ભીના હૃદયે પરમ ગુરુદેવના જન્મોત્સવ માનવતા મહોત્સવને વધાવેલ.
ઉલ્લેખનીય છે કે, મંત્રસાધક પરમ ગુરુદેવના બ્રહ્મનાદે આ અલૌકિક ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધનાની ઉર્જાથી હજારો ભાવિકોએ આધિ- વ્યાધિ અન ેઉપસર્ગ મુક્તિનો અનુભવ કર્યો છે અને એવી જ વિશિષ્ટ પ્રકારની જપ સાધનાનો ગૂંજારવ આ અવસરે, પરમધામના અણુ અણુમાં પ્રસરાયો હતો.
વિશેષમાં, હજારો જરૂરિયાતમંદ ાવિકો, દર્દીઓ, લાખો અબોલ જીવો પરમ ગુરુદેવની કરુણાભાવનાથી ચાલી રહેલાં 53 માનવતાના પ્રકલ્પોની શૃંખલામાં એક ઓર ઉમેરો થયો જ્યારે, પરમધામના વિશાળ પ્રાંગણમાં વેદનાગ્રસ્ત અને ઘાયલ એવા અબોલ પશુપંખીઓ માટેની અદ્યતન એવી “ઓલ્વેજકેર- એનિમલકેર સેન્ટર”નું લોન્ચિંગ થયું.
આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જન્મ ચાહે સંતોનો હોય કે અન્ય કોઈનો પરંતુ અંતરમાં માનવતાના જન્મ વિના મનુષ્યનો ભવકદી સાર્થકન હોય. જે બોલી નથી શકતા જે પોતાની વેદનાને કહી શકતા નથી એવા અબોલ જીવોની મદદ કરીને ગુરુના ચહેરા પર પ્રસન્નતાની એક ગિફ્ટ આપવાનો આ અવસર આવ્યો છે. માનવતાના જન્મ વિના સંતનો જન્મ સાર્થક ન હોય. કોઈને સુખ આપીએ તેજ આપણી સુખડી અન ેકોઈની પીડા દૂર થાય તે આપણી પાર્ટી.
સહુના હૃદયમાંથી જયકાર ગુંજી ઉઠ્યો હતો, જ્યારે
આ અવસરે વિડિયોના માધ્યમન ેરિલાયન્સના મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીજીએ પરમ ગુરૂદેવની કરુણા ભાવના પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કરીને શુભેચ્છા વંદના અર્પણ કરી હતી. વિશેષ ભાવો સાથે પધારેલ મંગલ પ્રભાતજી લોઢાજીએ પરમ પણ ગુરુદેવને શુભેચ્છા ભાવ અર્પણ કરેલ.
સવિશેષ સંઘ સમાજ કે રાષ્ટ્ર પ્રત્યે શ્રેષ્ઠ સેવાની સમર્પણતા કરનારા મહાનુભાવોએચ. એન. હોસ્પિટલના સી.ઈ. ઓડોક્ટર તરંગજી ગિયાન ચંદાની, ભારત જૈન મહા મંડલ પ્રમુખ – સી. સી. ડાંગેજી, બોમ્બે હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર સરાફજીને, નેશનલ સ્ટોક એક્સચેન્જના એમ.ડી.અને સી.ઈ.ઓ. – શ્રીઆશિષકુમારજીચૌહાણઅનેશ્રીમનિષભાઈને ગૌરવંતાપરમએવોર્ડઅર્પણ કરીને તેઓનીસેવાભાવનાનેબિરદાવવામાંઆવ્યા હતા.
પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા આપવા આ અવસરે જરૂરિયાત મંદ રીક્ષા ચાલકોની સહાય અર્થે રીક્ષા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો જે યોજનામાં ઉદારહૃદયા મહેન્દ્રભાઈ તુરખીયા તરફથી 54 રિક્ષા, જીગરભાઈ શેઠ તરફથી 108 રીક્ષાના તેમજ કિરીટભાઈ મહેતા તરફથી 45 રીક્ષાના અનુદાન સાથે અનેક ભાવિકોએ પોતાનો ફાળો નોંધાવીને કેટલાંય રીક્ષા ચાલકોન ેઆત્મ નિર્ભર બનવા સહાયક બન્યા.
સ્થાનકવાસી સમાજમાં પહેલીવાર જૈન આગમ ગ્રંથ ઉપાસકદશાંગ સૂત્રના ઇંગલિશ ટ્રાન્સલેટેડ ગ્રંથનું વિમોચન કરવામાં આવેલ. એ સાથે જ, પરમ ગુરુદેવના પ્રવચન આધારિત ઇંગ્લિશ પુસ્તિકા’આરયુરેડી?’ નું વિમોચન કરવામાં આવતાં હર્ષનાદ ગૂંજયો હતો.
આ અવસરે, અલૌકિક જપ સાધનાથી ચાર્જડ ઉવસગ્ગહરં સ્તોત્ર અભિમંત્રિત મંગલ કળશની ઉછામણીનો લાભ મહેન્દ્રભાઈ તુરખીયા, અનસુયાબેન શેઠ પરિવાર દ્વારા લેવામાં આવતા સર્વત્ર જયકાર પ્રસરાયો હતો.
પરમગુરુદેવનાદિવ્યવ્યક્તિત્વનીઓળખકરાવતીનૃત્ય-ભક્તિ, ગુરુભક્તિના વહેતાં મધુરસૂરો, માનવતાની પ્રસરતી મીઠી મહેંક અને એવોર્ડ્સની અનુમોદનાના ગુંજારવ સાથે સમગ્ર વિશ્વમાં કરુણા અને માનવતાનો સંદેશ પ્રસરાવી માનવતાનો આ મહોત્સવ વિરામ પામ્યો હતો.