આજરોજ પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ એવા કેશુભાઇ પટેલનો જન્મ દિવસ છે.કેશુભાઇ પટેલ કે જેઓ કેશુબાપા તરીકે વધુ ઓળખાય છે, તેઓ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે ૧૯૯૫ થી ૯૮ તથા ૨૦૦૧ માં કાર્યરત હતા. તેઓ ભારતીય જનસંઘમાં પણ પ્રમુખ તરીકે કાર્યરત રહી ૧૯૭૨ થી ૧૯૭૫ સુધી સેવા આપી હતી. કેશુભાઇ પટેલ ગુજરાત રાજયમાં ભાજપના સૌથી પહેલા પ્રદેશ પ્રમુખ હોવાનું પણ બહુમાન ધરાવે છે. તેઓ રાજયસભાના એમ.પી. તરીકે પણ ૨૦૦૩ થી ૨૦૦૯ સુધી કાર્યરત રહ્યા હતા. કેશુબાપા ધારાસભ્ય તરીકે રાજકોટથી અને જુનાગઢ જીલ્લાની બેઠકો પરથી સાત વખત ચુંટાઇ આવ્યા હતા. જેમાં રાજકોટ-૧ ની બેઠક પર ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી, ગોંડલ ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી કાલાવડ, ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી, ૧૯૯૦-૧૯૯૫ સુધી, વિસાવદર-ભેંસાણ ૧૯૯૫-૨૦૧૪ સુધી કાર્યરત રહી લોકસેવા પ્રસિઘ્ધ જયોતિંલીંગ સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

કેશુભાઇ પટેલને તેમના જન્મ દિવસે ડો. કિરીટભાઇ પાઠક ડેપ્યુટી રજીસ્ટ્રાર સૌરાષ્ટ્ર યુનિવસીટી દ્વારા શુભેચ્છાઓ પાઠવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.