અબતક, નવીદિલ્હી
એક તરફ ભારત ડિજિટલ ક્ષેત્ર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન હાલના તબક્કે એટલો જ છે કે જે ડેટા ભારત દેશ ના લોકોનો છે તેનો સંગ્રહ ભારતમાં નહીં પરંતુ વિદેશમાં થઈ રહ્યો છે.તો સાથ જે સુરક્ષા અને સિક્યુરિટી મળવી જોઈએ તે યોગ્ય રીતે મળતી નથી ત્યારે ડેટા પરનું જોખમ વધી રહ્યું છે. જેને ધ્યાને લઇ ભારત દેશમાં ડેટા સ્ટોરેજ માટે ની કવાયત હાથ ધરવામાં આવી છે જે અંગે ડ્રાફ્ટ બિલને વર્ષ 2019 ના ડિસેમ્બર માસમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યારે આગામી શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહમાં જ લોકોના ડેટા સુરક્ષિત રહે તે માટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ મુકવામાં આવશે જેના કારણે લોકોની ‘રાઈટ ટુ પ્રાઇવસી’ જળવાઈ રહે.
બીજી તરફ કમિટી દ્વારા સોશિયલ મીડિયા કંપની જેવી કે ટ્વિટર ફેસબુક સાથે પણ આ અંગે મંત્રણા કરવામાં આવેલી છે અને લોકોના પર્સનલ ડેટા ઉપર કેવી રીતે નિયંત્રણ લાવી શકાય તે દિશામાં સતત ચર્ચા અને વિચારણાં પણ થાય છે અત્યાર સુધી ભારતમાં સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હતો કે ભારતીય લોકો કે જે વધુને વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરે છે તેમના ડેટા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં સંગ્રહિત થતા હતા પરિણામે સુરક્ષાને લઇ અનેક પ્રશ્નો ઉદભવી થયેલા છે. આ તકે આવનારા દિવસોમાં આ તમામ ડેટા ભારતમાં જ સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને સરકાર ખુદ કી દુકાન ઉભી કરવા માટે તૈયારી કરી રહી છે.
વધુમાં આ બિલ અમૃત બનતાની સાથે જ સ્વાસ્થ્ય ક્ષેત્ર , ધાર્મિક, રાજકીય, નાણાકીય સહિત અનેક ક્ષેત્રોના ડેટા સુરક્ષિત રાખવામાં આવશે અને તે અંગેની એક વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરાશે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી કેટલા સમયમાં આ બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળે છે?