આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મંડળની મહત્વની બેઠક
ભાગેડુઓની મિલકતો જપ્ત કરવા ખરડો પસાર થશે. આજે ગૂરૂવારે રાજધાની નવી દિલ્હી ખાતે કેબીનેટ એટલેકે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક છે જેમા ભાગેડુ નાદારોને ભરી પીવા કાયદો લાવવાની રૂપરેખા ઘડવા ગહન ચર્ચા વિચારણા થશે.
નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા વિગેરે ભાગેડુ નાદારોની તમામ મિલકતો જપ્ત કરી લેવાનો રસ્તો હવે આસાન થશે કેમકે ગૃહમાં ખરડો પસાર થશે. નેશનલ ફશઈનાન્સીયલ રીપોટીંગ ઓથોરીટીએ કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવા માટેનો મુસદો (નોટસ) ઘડી કાઢ્યો છે.
બેઠક અંગે જાણકારી ધરાવતા સુત્રોએ જણાવ્યું હતુ કે ભાગેડુઓની મિલકતો જપ્ત કરવા ખરડો પસાર થાય તે કામને પ્રાથમિકતા અપાશે કેમકે વિપક્ષ શાસક પક્ષ પર માલ્યા મોદી અને ચોકસીનાં મામલે તડાપીટ બોલાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા મસમોટી લોન લઈને અત્યારે લંડન જતા રહ્યા છે. આવું જ નિરવ મોદી અને મેહુલ ચોકસીએ કર્યું છે. હમણા પીએનબી કૌભાંડે દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. જો કે સુપરએકટ્રેસ શ્રી દેવીના નિધન અંગેના સમાચાર વધુ ચગ્યા હતા હવે ફરી ભાગેડુ નાદારોને ભરી પીવા શિકંજો કસાયો છે. માલ્યા, મોદી અને ચોકસી સિવાય ઘણા સ્મોલ પ્લેયર્સ છે જેની પાસે બેંકોનું લેણુ નીકળે છે. આ તમામ મુદાઓ કેબિનેટની બેઠકમાં ચર્ચવામાં આવશે.