બીએડ કે એમએડ થયેલા શિક્ષકોને જ હવે શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ
લોકસભામાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજયુકેશનનું બિલ મંજુર થઈ ગયું છે. આ બીલ અંતર્ગત હવે ગુરૂઓનું મહત્વ વધી જશે. છેલ્લા કેટલાય સમયથી એનસીટીઈ દ્વારા આ બીલ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઘણી બધી સ્કૂલોમાં બીએડ કે એમએડ થયેલા ન હોય તેવા શિક્ષકોને હંગામી ધોરણે પ્રવેશ આપી દેવામાં આવતો હતો અને તેની સીધી અસર શિક્ષિત શિક્ષકોને થતી હતી.
આ અંગે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શિક્ષકો તાલીમબઘ્ધ હોય તો તેમના વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકે છે આ માટે શિક્ષકોએ બીએડ, એમએડ કે તેની સમકક્ષ પરીક્ષા આપેલી હોય તે જરૂરી છે અને હવે આવા જ શિક્ષકોને શાળામાં માન્યતા આપવામાં આવશે.
લોકસભામાં જયારે આ બીલને સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યું ત્યાં એચઆરડી મિનિસ્ટર ખુબ જ ખુશ થયા. તેમણે વધુમાં જણાવ્યું, ‘હું ખુબ જ ખુશ છું કે લોકસભામાં પણ નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર એજયુકેશનને સહકાર મળ્યો અને ૨૦૧૭નું બીલ પાસ થયું.’
વધુમાં જાવડેકરે કહ્યું કે, ઘણા બધા રાજયોમાં બીએડ ટીચર્સ કે તેની સમકક્ષ કોર્ષના શિક્ષકોની ભરતી હોય છે પરંતુ તેઓ કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી મેળવેલી હોતી નથી આ એક ખુબ જ નાની પણ મહત્વની બાબત છે. જાવડેકરે એમ પણ કહ્યું કે, વર્તમાન સમયમાં લોકો શિક્ષણના ક્ષેત્રમાં આવવાનું વધારે પસંદ કરે છે.
ચાર વર્ષ બીએ, બીએડ, બીએસસી, બીએડ અને બીકોમ, બીએડ કોર્ષ કર્યા બાદ લોકો શિક્ષણ ક્ષેત્રમાં આવે છે. જોકે અગાઉ શિક્ષકનું પ્રોફેશન છેલ્લુ પોફેશન ગણાતુ. જોકે વર્તમાન સમયમાં બીએડના પ્રમોશનમાં પણ કવોલીટી વર્ક પર ભાર મુકવામાં આવે છે. આ અંગે જાવડેકરે જણાવ્યું કે, લોકસભામાં બીલ પાસ કરાવતા પહેલા ૧૮,૬૦૦ ઈન્સ્ટીટયુટનો સર્વે કરાયો હતો અને તેઓ શું ફેસેલીટી આપે છે તે પણ લેખિતમાં માંગવામાં આવ્યું હતું જોકે માત્ર ૮,૭૦૦ એફીડેવીટ જ રજીસ્ટર થઈ હતી.
લોકસભા દ્વારા આવી ૧૦,૦૦૦ ઈન્સ્ટીટયુટને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી ૩૭૦૦ એજ લોકસભાની નોટિસને ગંભીરતાથી લીધી હતી અને કુલ મળી ૧૨૦૦૦ એફીડેવીટ જ આવી હતી. ઉલ્લેખનીય છે કે વિપક્ષે પણ એનસીટીઈના આ બીલને યોગ્ય ઠેરવી પોતાનો મત આપ્યો હતો.
આ અંગે કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ દીપેન્દ્ર ટુંડાએ કહ્યું કે, આ બીલને વેલકમ કહેવું જ યોગ્ય છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી ગુરુ કે શિક્ષકના વ્યવસાયને અવગણવામાં આવી રહ્યો છે અને દેશના ભાવી એવા વિદ્યાર્થીઓને તેની અસર થઈ રહી છે. માન્યતા પ્રાપ્ત યુનિ અને માન્યતા પ્રાપ્ત શિક્ષકો ભારતનું ભાવી છે.