સુચિત સોસાયટી સહિતના સરકારી નિર્ણયોને અસર થવાની દહેશત
બંધારણીય કાયદામાં ફેરફાર કરવા કેન્દ્ર રાજય સરકાર દ્વારા પસાર કરવામાં આવતા ખરડા સંદર્ભે સુપ્રિમ કાષર્ય સિમાચિન્હ રૂપ ચૂકાદો આપી જણાવ્યું હતુ કે કોઈપણ કાયદાનાં ખરડાનો પાશ્ર્વાદવર્તી અસરથી લાગુ ન કરી શકાય ! સુપ્રિમ કોર્ટની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદાને કારણે ગુજરાત સરકારે પસાર કરેલા સૂચિત સોસાયટી સહિતના ખાસ ખરડાઓ સામે પ્રશ્ર્નાર્થ ઉભો થઈ શકે તેમ છે.
કર્ણાટક સરકાર દ્વારા નાણા-ધીરધારનો ધંધો કરતી પેઢીની સિકયોરીટી ડિપોઝીટ પર વ્યાજ ચૂકવવા અંગેના એક કેસમાં સિમાચિન્હ રૂપ ચૂકાદો આપતા જણાવ્યું હતુ કે કર્ણાટક સરકારે ૧૯૯૮માં ખરડો પસાર કરી ૧૯૯૫ની અસરથી લાગુ પાડયો છે. ન્યાયીક દ્રષ્ટીએ ઉચિત ન ગણાય કારણ કે અગાઉ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાઓએ આવા ખરડાથી અસર પહોચી શકે છે, વિધાનસભા ખરડા પસાર કરી શકે પરંતુ ચૂકાદાઓ બદલી ન શકતી હોવાની ટકોર પણ આ મહત્વપૂર્ણ ચૂકાદામાં કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટનાં ન્યાયમૂર્તિ મદન બી લોકૂર અને દિપક ગુપ્તાની બનેલી ખંડપીઠે ગુરૂવારે ચૂકાદો આપતા જણાવ્યું હતુ કે વિધાનસભામાં ખરડો પસાર કરી પાછલી અસરથી એટલે કે પાશ્ર્વાદવર્તી અસરથી તેને લાગુ કરી શકે નહી, ન્યાયતંત્ર વિધાનસભા અને સંસદનાં ત્રણ અંગો વચ્ચે આવા ખરડાને કારણે બંધારણીયક સતાનું ઉલ્લંઘન થાય છે.અને આવા ખરડાથી કાયદો બિન ઉપયોગી બની જતો હોવાની ટકોર પણ કરી હતી.
વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે ન્યાયીક આદેશમાં નિદોર્ષતાને દૂરકરવા માટે લોકશાહીમાં કાયદો સુધારવા માટે શાસકો હકકદાર છે. પરંતુ ચૂકાદાઓ નાબુદ થઈ જાય તે રરીતે પ્રાશ્ર્વાદવર્તી અસરથી તેને લાગુ કરી શકાતા નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાની અસર ગુજરાત સરકાર દ્વારા સૂચિત સોસાયટીઓને કાયદેસરતા બક્ષવા માટે પસાર કરેલી ખરડાને થઈ શકે છે. કારણ કે સૂચિત સોસાયટી રેગ્યુલાઈઝડ કરવાતા ખરડામાં ત્રુટીઓ રહેલી છે. ખરા અર્થમાં આવી સૂચિત સોસાયટી જે જમીનો પર ઉભી છે તે સરકારી ચોપડે ખેતીની જમીન બોલે છે. અને તમામ ટાઈટલ મૂળ ખેડુત ખાતેદારના નામે બોલે છે. ત્યારે સરકાર રેવન્યુ રેકર્ડમાં મૂળ ખાતેદારને કેવી રીતે કયા કાયદાથી દૂર કરી આવી જમીન પર બનેલા મકાનો, ઈમારતોને કાયદેસરતા આપશે? તે મોટો પ્રશ્ર્ન છે.
આ સંજોગોમાં સુપ્રિમકોર્ટનાં આ સિમાચિન્હ રૂપ ચૂકાદાને કારણે દેશભરમાં વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા ખરડા અને તેની પાશ્ર્વાદવર્તી અસરથી અમલવારી સામે પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે.