વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની સ્વીડન અને બ્રિટનની મુલાકાતે જવા રવાના થશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેપાર, રોકાણ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સમજૂતીને વધુ મજબુત કરવાના પ્રયત્ન કરશે.

આ યાત્રાના અંતિમ ચરણમાં ભારત પરત ફરતા સમયે તેઓ બર્લિનમાં રોકાણ કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પહોંચશે જ્યાં તેઓ ત્યાંના પીએમ લોફવેન સાથે મુલાકાત કરશે. ભારત અને સ્વીડન નોર્ડિક સંમેલનમાં એક સાથે જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેસબુકમાં લખ્યું છે કે ભારત અને સ્વિડન વચ્ચે ભાઇચારા જેવો સંબંધ છે. આ સંબંધ વિશ્વની વ્યવસ્થા પ્રત્યે અમારી કટિબદ્ધતા પર આધારિત છે. અમારો સંબંધ બંને દેશના વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ છે. સ્વીડન અને ભારતના વડાપ્રધાન વચ્ચે મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં રોકાણ માટે ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. જેમાં સ્માર્ટ સિટટી હેઠળ સહયોગ માટેનો રોડ મેપ તૈયાર કરશે.

સ્વીડન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે જશે. જ્યારે તેઓ ટેરીજા સાથે મુલાકાત કરશે અને રાષ્ટ્ર મંડલના દેશોના વડાપ્રધાનો સાથે મુલાકાત કરશે. પીએમ મોદીએ કહ્યું છે કે લંડનની મારી યાત્રા બંને દેશના દ્વીપક્ષીય સંબંધોને વધુ મજબુત કરશે અને નવી દિશા તરફ પ્રયાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સની સેરેમનીમાં ભાગ લેવા છે. આ પ્રસંગે અલગ-અલગ દેશના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર મહેમાન છે કે જે લિમોજિન કારમાં મુસાફરી કરશે.

આ ખરેખર ભારત માટે ગર્વની વાત છે કે લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વડાપ્રધાનને આટલું સમાન્માન મળે. 2009 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ ગેમ્સમાં જનાર પ્રથમ વડાપ્રધાન બનશે. પીએમ મોદીને બકિંગમ પેલેસ આવવા માટે લંડનના મહારાણીએ આમંત્રણ આપ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.