પ્રેમ જાળમાં ફસાવી બે માસ પહેલાં અપહરણ કરી બિહારમાં અવાર નવાર દુષ્કર્મ આચર્યાની કબુલાત: ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયો
બાબરીયા કોલોનીમાંથી બે માસ પહેલાં પાડોશી તરૂણીનું અપહરણ કરી બિહાર લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં ઝડપાયેલા શખ્સને અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોપ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરીયા કોલોનીમાં રહેતા અને ભઠ્ઠીના કારખાનામાં કામ કરતા બિહારના મુતુકપુરના મનીચ્છાપરામાં રહેતા ઓમપ્રકાશ રામાયણ રામ નામના શખ્સ પાડોશમાં રહેતી તરૂણીને બે માસ પહેલાં લગ્નની લાલચ દઇ ભગાડી ગયા બાદ તે બિહારના મુતુકપુરના મનીચ્છપરામાં હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. મદ્યુરધ્વજસિંહ સરવૈયા, પી.એસ.આઇ. એ.જે.લાઠીયા, એએસઆઇ નિલેશભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલ મનરૂપગીરી ગૌસ્વામી અને કોન્સ્ટેબલ રવિ બાવળવા સહિતના સ્ટાફે ઓમપ્રકાશ રામને બિહારથી ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
રિમાન્ડ દરમિયાન ઓમપ્રકાશ રામની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તે સાતેક વર્ષથી બાબરીયા કોલોનીમાં રહેતો હોવાની અને પાડોશમાં રહેતી તરૂણી સાથે એકાદ વર્ષ પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તરૂણીને લલનની લાલચ લઇ બે માસ પહેલાં ભાગી ગયાની કબુલાત આપી છે.