૨૦૦૩ બાદ ચાલુ વર્ષે પાકિસ્તાન તરફી સતત સીઝ ફાયરનો ભંગ કરવાની નાપાક હરકત
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેની કાર્યવાહીમાં રોડા નાખવાંનો પ્રયાસ
હાલ સરહદે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ ભારતીય સૈન્ય આપી રહ્યું છે. સરહદે ભીષણ ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે. બન્ને તરફી ઈ રહેલો ગોળીબાર છેલ્લા ૧૫ વર્ષનો સૌથી હિંસક ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં સરહદે સીઝ ફાયરના ૮૮૧ બનાવો બની ચૂકયા છે.
વર્ષ ૨૦૧૭માં ૭૭૮ કિ.મી. લાંબી લાઈન ઓફ કંટ્રોલમાં સીઝ ફાયરના ૮૬૦ બનાવો બન્યા હતા. જયારે ચાલુ વર્ષે તો અત્યાર સુધીમાં સીઝ ફાયર ભંગના બનાવોની સંખ્યા ૮૮૧ને આંબી ગઈ છે. તાજેતરમાં જ ભારતીય સૈન્યએ કરેલા ભીષણ તોપમારાથી પાકિસ્તાની સૈન્ય ગભરાઈ ગયું હતું અને ગોળીબાર રોકવા કરગરીયુ હતું. જો કે, આ ઘટનાના ૨૪ કલાકમાં જ પાકિસ્તાની સૈન્યનું પોત પ્રકાશ્યું હતું અને સરહદે ભારે ગોળીબાર કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં પણ આ પ્રકારે સીઝ ફાયર ભંગની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે પાકિસ્તાન તરફી અવાર-નવાર સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન ચલાવી રહ્યું છે. આ ઓપરેશનમાં રોડા નાખવા માટે પાકિસ્તાન તરફી વારંવાર સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
ભારતીય આંકડાનુસાર ભારતીય સેનાએ તાજેતરમાં જ સરહદે ઘુસવાના પ્રયત્નમાં રહેલા ૩૦ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં ભારતીય સૈન્યએ કાશ્મીરમાંથી આતંકનો સફાયો કરવા સતત પગલા ચાલુ રાખ્યા છે. જેના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને સરહદ ઉપર સતત ફાયરીંગ ચાલુ રાખ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com