અંગ્રેજીનું પેપર આપનારા ક્લાસ 10ના વિદ્યાર્થીઓને CBSE દ્વારા સૌથી મોટી રાહત આપી છે.અંગ્રેજીમાં જે રીતે પ્રશ્નમાં ટાઇપિંગની ભૂલના મામલો સામે આવ્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને 2 અંક આપવામાં આવશે.ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક અરજીના માધ્યમથી બોર્ડને તેની ફરિયાદ કરી હતા. 12 માર્ચના થયેલા પેપર પેસેજ સેક્શનમાં ઘણી ભૂલો હતી.
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઑનલાઇન અરજીની મદદથી CBSEને તેની ફરિયાદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, તેમણે આ અરજીમાં કહ્યુ હતુ કે, પરીક્ષા દરમિયાન ઘણા શબ્દોને વાંચવા માટે વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લાગી રહ્યુ હતુ કે, “તેમાં ઘણી ભૂલો છે.”
Central Board of Secondary Education (CBSE) will provide compensation of two marks to Class tenth students for a typing error in the English question paper. pic.twitter.com/nMETO57rTr
— ANI (@ANI) April 20, 2018
રિપોર્ટ અનુસાર, આ જાણકારી આપતા CBSEના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, “પ્રશ્નપત્રમાં ટાઇપિંગ એરર હતી અને બોર્ડનું કર્તવ્ય છે કે કોઇ પણ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન સમસ્યાનો સામનો ન કરવો પડે. માર્કિંગ સ્કીમનો નિર્ણય વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા, તેમણે 2 અંક વધારે આપવામાં આવશે.” તમને જણાવી દઇએ કે, CBSEની 10 અને 12 ક્લાસની પરીક્ષા 5 માર્ચના શરૂ થઇ હતી જે 25 એપ્રિલે પૂરી થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com