કે.જી. થી પી.જી. સુધીના તમામ અભ્યાસક્રમો બંધ થયા: મૂલ્યાંકન કસોટી લેવાના પ્રશ્ર્નો જટીલ બન્યા
ઓનલાઇન શિક્ષણમાં છાત્રો હવે ધીમે ધીમે અનુકુળ થતા જાય છે: અજય પટેલ પ્રમુખ સ્વ. નિર્ભર શાળા મંડળ
અબતક ચાય પે ચર્ચામાં કોરોના મહામારીમાં શાળા, કોલેજ સાથે શિક્ષણ વિભાગમાં પડતી મુશ્કેલી અને આવનારી નવી શિક્ષણ નીતી બાબતે સ્વ. નિર્ભર શાળા એસોસીએશનના પ્રમુખ અજય પટેલ સાથે ચર્ચા યોજવામાં આવી હતી. આ ચર્ચામાં લોઅર કે.જી. થી પી.જી. સુધીના છાત્રોના મૂલ્યાંકન ટેસ્ટ, માતૃભાષામાં શિક્ષણ, સ્વઅઘ્યયન, ઓનલાઇન, અભ્યાસક્રમ જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
પ્રશ્ન:- હાલમાં શિક્ષણ ક્ષેત્રની શું પરિસ્થિતિ છે?
જવાબ:- વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાના કારણે સૌથી વધુ કોઇપણ ક્ષેત્રમાં અસર થઇ હોય તો શિક્ષણ ક્ષેત્રને અસર થઇ છે. કારણ કે રપ માર્ચથી સદતર કે.જી. થી માંડી પી.જી. સુધી બધા જ શૈક્ષણિક વિભાગો બંધ છે.
પ્રશ્ન:- જુનથી સત્ર શરૂ થયું અને હમણાં નવેમ્બરથી બીજું સત્ર શરૂ થશે તો મૂલ્યાંકન કેમ કરાશે?
જવાબ:-અત્યારે કોરોનાના કારણે જે પરિસ્થિતિ છે. વાર્ષિક પરિક્ષાઓ પણ ન લેવાઇ બાદમાં વેકેશન અને ત્યારબાદ પહેલું સત્ર પુરૂ થવાને આરે છે. પરંતુ હું સમજુ છું. ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણમાં બાળક હવે અનુકુળ થતું જાય છે. અને દરેક સ્કુલ ઓનલાઇન શિક્ષણની સાથે વિકલી ટેસ્ટ (એકમ કસોટી) લેતા હોય છે. સાથે સાથે તેમનું ફોલોઅપ દરેક શાળા લે છે શાળાના શિક્ષકો ફોન દ્વારા ઝુમ કે બીજી એપ્લીકેશન દ્વારા સતત મૂલ્યાંકનના પ્રયાસ થઇ રહ્યાં છે. હાલ જે રીતે વૈશ્ર્વિક મહામારી ચાલી રહી છે. બાળકોનું ભણતર સાવ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ સિવાય કોઇ ઓપરેશન નથી મૂલ્યાંકન કરવું જરુરી છે થોડું અધરું પણ પડે છે.
પ્રશ્ન:- હાલના સમયમા: ઓનલાઇન એજયુકેશન કેટલું અસરકારક નિવડે છે?
જવાબ:- હું સમજુ છું ત્યાં સુધી અત્યારે ઓનલાઇન એજયુકેશન એક જ ઓપરેશન છે. આપણે સમજી છીએ કે ઘણા પ્રશ્ર્નો શિક્ષકો વાલી તથા બાળકોને આવે છે, કારણ કે આ એક અચાનક આવી પડેલી પરિસ્થિતિમાં સાનુકુળ થવાની વાત છે. ધીમે ધીમે હવે બાળક અનુકુળ થતું જાય છે. હવે બાળક પણ રીસ્પોન્સ કરે છે. બાળકને વધારેમાં વધારે કનેકટ ન રાખતા એક કે બે કલાક આપવામાં આવે તો ખુબ સરસ રીતે ભણી શકે.
પ્રશ્ન:- નર્સરી લો કે.જી. હાયર કે.જી. સરકારી દાયરામાં નથી છતાં બધા કેમ ચલાવે છે?
જવાબ:- હા સરકારના દાયરામાં આંગણવાડી આવે છે કે.જી. કે લોયર કે.જી. તે સરકારી દાયરામાં નથી પરંતુ કયાંકેન કયાંક બન્ને પક્ષે એવી વાત છે કે અત્યારની જે જનરેશન છે વાલીઓ છે જે બન્ને લોકો નોકરી ધંધા અર્થે જવું પડતું હોય, ત્યારે બાળકને સાચવવાની વાત આવે છે. અમેરિકામાં બેબી કેર સિસ્ટમ ઘણા વષોથી છે અને તેવી જ વાત ધીમે ધીમે ઇન્ડિયામાં પણ છે. કે બન્ને લોકો કામ પર જતા હોય, સાથે સાથે લોકો એવું સમજે છે કે મારું બાળક કે.જી. માં જશે તો પેલા ધોરણમાં આવવા આવતા ખુબ જ હોશિયાર થઇ જાય. હું પણ આપની વાત સાથે સહમત છું. કે કે.જી. કરતાં તેમને ઘરે બેસી અથવા તો તેની આજુબાજુમાં આંગણવાડી હોય અને વિશેષમાં કહું તો હવે બાળકો પર પ્રેસર આવવા માંડયું છે. ત્યારે તેમને ફકત અને ફકત નવી શિક્ષણ નીતિની વાત આવે છે. તેમાં આજ વાત છે કે કે.જી.માં તમે બુકસ કે વધુ ભાર ન આપતા ફકત તેને રૂઢી કરણ બાબતે વિશેષ ભાર આપીને સરસ પ્રવૃતિઓ કરાવો. જેનાથી બાળક અંદરથી ખીલી શકે.
પ્રશ્ન:- છેલ્લા ઘણા સમયથી ‘ફી’ની ચર્ચા વધુ જ થાય છે: ત્યારે આપ આ બાબતે શું કહેશો?
જવાબ:- અત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન ફી બાબતનો આવી રહ્યો છે. પણ સાથે સાથે હું એ કહીશ કે બન્ને પક્ષે એવી વાત છે. કે વાલીઓની વાત પણ ખોટી નથી. અત્યારે રોજગાર ખોરવાઇ ગયાં છે. ધંધા પર માઠી અસર પડી છે. સામે પક્ષે એવી વાત છે કે શાળાઓને શિક્ષકો ઓનલાઇન તેમનું કામ કરે છે. તેમને પણ પગાર ઉપરાંત બીજા ઘણા પ્રશ્ર્નો આવી રહ્યાં છે. ત્યારે સરકાર સાથે વાટાધાટો થઇ એવી વાત આવી કે લોકો ફી એક એક મહિને ભરે ત્રિ-માસીક નથી ભરી શકતા તે માટે આ વર્ષની ફી એફ.આર.સી. કમીટીમાં એવી વાત થઇ કે ૨૦૨૦-૨૧ કોઇપણ વધારો આપવો નહી અને શાળાઓએ સ્વીકારી લીધું છે કે ૨૦૨૦-૨૧ માં અમે કોઇ વધારો નહી કરીએ, ત્યારે વાત કયાંકને કયાંક એવી આવે છે કે ઘણા વાલીઓ એવું કહે છે આખા સત્રની ફી માફી થાય, તો તેવા બધા સંજોગોમાં ખર્ચ કાઢવા મુશ્કેલ પડે સંચાલકો અને શાળાને ત્યારે મારી ખાસ વિનંતી સરકારશ્રીને એ જ છે કે હવે ઝડપથી તેમની જ પાસે સ્વતંત્ર નિર્ણય લેવાની વાત હાઇકોર્ટએ કરી છે. તો થોડા જ દિવસોમાં એ પ્રકારે નિર્ણય કરે, કારણ કે લગભગ શાળાઓમાં છ મહિનાથી એક પણ રૂપિયાની ફી નથી આવી તેમના ખર્ચા ચાલુ જ છે.
જો આવી જ પરિસ્થિતિ રહેશે તો શાળાને ચલાવવી મુશ્કેલ બનશે અને નેકસ્ટ સેમેસ્ટમાં શાળાઓ બંધ કરવાની પણ હાલત આવી જશે ત્યારે સરકારશ્રી બે-ચાર દિવસમાં યોગ્ય નિર્ણય લેશે તેવી અમને આશા છે.
પ્રશ્ન:- શું વર્ગખંડનો પર્યાય ઓનલાઇન એજયુકેશન બની શકે ખરાં?
જવાબ:- વર્ગખંડના શિક્ષકો – બાળકોને અભ્યાસ કરાવતા હોય શિક્ષકો-બાળકો વચ્ચે વાતચીત આદાન-પ્રદાન થાય, બાળકોને અનુભવતા પ્રશ્ર્નો સહિતની બધી જ પ્રક્રિયા થતી હોય, વર્ગ ખંડનો પર્યાય ઓનલાઇન એજયુકેશન ન બની શકે, પરંતુ અત્યારે કોઇ વિકલ્પ નથી અને હવે બાળકો ખરેખર શાળાએ આવવા ખુબ જ ઉત્સુકત છે અને કયાંકને કયાંક હાલની વૈશ્ર્વિક મહામારીમાં શાળએ નથી બોલાવી શકતા ત્યારે ઘરે બેસીને બીજી પ્રવૃતિ કરવી. જેમ કે મોબાઇલ ઇન્ટરનેટના ખોટા ઉપયોગ કરવા તેના કરતાં બે-ત્રણ કલાક ઓનલાઇનથી એકટીવ હોય તો આવનાર સમયમાં વધુ સાનુકુળતા રહે, પહેલા શાળાઓ જ કહેતી કે મોબાઇલનો ઉપયોગ નથી કરવો દૂર રહો પરંતુ હવે પરિસ્થિતિ બદલાય ગઇ છે. શરૂઆતમાં ઘણો વિરોધ થયો. અત્યારે ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકોનો મહત્વનો રોલ છે. મુળ જ સારી રીતે નવી નવી ટેકનીકથી બાળકને આકર્ષિત કરવા તો જ ઓનલાઇન શિક્ષણ પર્યાય બની શકે.
પ્રશ્ન:- રાજકોટ શહેર-જીલ્લાની કુલ કેટલી શાળા છે. વિઘાર્થીઓની સંખ્યા કેટલી? અને શિક્ષકોને શું તાલીમ આપવામાં આવે છે ?
જવાબ:- સૌથી અગત્યનો રોલ વિઘાર્થીના ભુવનમાં હોય તો તે શિક્ષકોનો છે. હું અત્યંત દુ:ખ સાથે કહું છું કે રાજકોટ હોય કે ગુજરાત હોય સેલ્સ ફાઇનાન્સ શાળાના શિક્ષકો જેટલી તાલીમ જરૂરી તે તેમને મળતી નથી. વારંવાર સરકારશ્રી પણ રજુઆત કરતા રહ્યા છીએ. એક
એવું તાલીમભવન બને દરેક જીલ્લામાં અને નિષ્ણાતો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે તો વિઘાર્થીની સામે સારું પફોર્મ કરી શકે, પરંતુ રાજકોટ જીલ્લાની વાત કરીએ તો અગિયારસો શાળાઓને છ થી સાત લાખ વિઘાર્થીઓ જયારે સેલ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરતાં હોય ત્યારે આ બાબત ખુબ જરૂરી બની ગઇ છે. શાળા પોતાની રીતે તાલીમના સેશન ગોઠવતી હોય છે સેમીનાર કરતાં હોય પરંતુ મોટા ફલક પર શિક્ષકો જયારે જોડાય અને તાલીમ લે સરકારી શાળાના શિક્ષકોને તાલીમ મળે છે. સેલ્સ ફાઇનાન્સ શાળાના શિક્ષકોને તાલીમ માટે સરકાર સહકાર કરે તો સારું પફોમ કરી શકે.
પ્રશ્ન:- નવી શિક્ષણનીતિમાં ફાઉન્ડેશન કોર્ષ શું છે?
જવાબ:- નવી શિક્ષણ નીતિમાં સૌથી જો અગત્યની વાત થઇ હોય તો તે ખરલી ચાઇલ્ડ વુડની વાત થઇ અત્યાર સુધીનો તબકકો એવો હતો કે ખરલી ચાઇલ્ડ માટે વાત જ નોતી સૌ પોત પોતાની શાળાની રીતે પોતાનો અભ્યાસ ક્રમ નકકી કરે તેને ચલાવે. તેના કરતાં સરકારની સારી ગાઇડ લાઇન આવી. સૌથી અગત્યની વાત એ આવી કે માતૃભાષામાં જે પહેલા પાંચ વર્ષનું શિક્ષણ આપવામાં આવશે. જે તેમની પ્રાકૃતિક શકિત શિખી શકે. અત્યારે બીબા ઢાળ રીતે કોઇપણ રીતે તેમને ત્રણ ત્રણ ભાષાઓ શિખવાડતા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી હવે કે.જી.નું બાળક કેટલું પચાવી શકે તે પ્રશ્ર્ન હતો. ત્યારે નવી શિક્ષણ નીતિના પ્રથમ પાંચ વર્ષને સારી રીતે આવકારું છું.
પ્રશ્ન:- જો શાળાઓ શરૂ કરવાની પરવાનગી મળે તો કઇ રીતની તકેદારી રાખવામાં આવશે?
જવાબ:- પહેલા ર૧ સપ્ટેમ્બરે ધો.૯ થી ધો.૧ર ના વિઘાર્થીઓ શાળાએ આવી શકશે. તેવી વાત હતી. પરંતુ હાલ કોઇ સરકારશ્રી દ્વારા માહીતી નથી તેથી સ્કુલો બંધ છે. પરંતુ જો શરૂ કરવામાં આવે તો સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. બાળકોનેે એક કલાસમાં વધુને વધુ ૧પ ને જ બેસાડવામાં આવશે. માસ્ક સેનેટાઇઝ કરવાનું સહીત બાળકો બે કે ત્રણ કલાક માટે શાળાએ આવે શિક્ષકોએ પણ માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરવો સહિતની તકેદારી રાખવામાં આવશે.
કારણ કે સૌથી વધુ બાળકો સંક્રમિત થવાનો ભય હોય ત્યારે આ મોટી જવાબદારી લઇ પણ હું ચોકકસ માનું છું કે જયારે પણ શાળાઓ શરૂ કરવાની ર૧મી તારીખની વાત હતી જો તે થઇ હોત તો લોકોમાં અને વિઘાર્થીઓમાં એક વિશ્ર્વાસ પ્રસ્થાપીત થયો હોય અને ધીમે ધીમે શિક્ષણ માટેનું કામ કરી શકયાં હોત, સરકારશ્રી કોરોનાની જયારે થોડી અસર થશે ત્યારે આ બાબતે ચોકકસ વિચારશે બીજા ઘણા રાજયોમાં સત્ર ચાલુ થયાં છે તેમાંથી પણ શિખવા મળશે.