રામ રહિમના ડેરા સચ્ચા સૌદાની ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ પીઆર નૈનને હરિયાણા પોલીસ એસઆઈટી સતત પૂછતાછ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સિરસા ડેરાના મુખ્યાલની જમીન અને ખેતરોમાં લગભગ 600 લોકોના હાડકા અને હાડપિંજર છે દફન છે. પીઆર નૈનને પૂછતાછ સમયે આ વાતનો સ્વીકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પીઆર નૈનને પોલીસને દલીલ આપી હતી કે, ડેરાના અનુયાયિઓનો એવી શ્રદ્ધા હતી કે તેમના મૃત્યુ બાદ તેમને ડેરાની જમનીમાં અસ્થી દફનાવવામાં આવે તો તેમને મોક્ષ મળશે, આ જ કારણે અહીં જમીનમાં લગભગ 600 લોકોના અસ્થી અને હાડપિંજર છે. જો કે, પોલિસ આ મામલે એ પણ તપાસ કરી રહી છે કે, લોકોની હત્યા કરીને ખેતરમાં લાશ દાટી દેવામાં આવી છે.
ડેરાના કેટલાક પૂર્વ અનુયાયીઓએ આરોપ લગાવ્યો છે કે, રામ રહીમ વિરુદ્ધ બોલનાર લોકોની હત્યા કરી તેની લાશને અહીં દફનાવી દેવામાં આવતી હતી. તેના પર છોડ રોપી દેવામાં આવતો હતો. તેથી કોઈને ખબરના પડે. તેમનુ કહેવું છે કે, આ રહસ્યનો પર્દાફાશ ન થાય તેથી ડેરામાં તે જગ્યા પર ખોદકામ અને ઝાડ કાપવાની મનાઈ હતી.
પોલિસ અનુસાર, જો આ બન્ને સંતોષકારક જવાબ નહીં આપે તો તેની ધરપકડ પણ કરવામાં આવશે. બન્નેએ પંચકૂલામાં થયેલી હિંસાને લઈને અલગ અલગ વાતો જણાવી છે. પીઆર પર હિંસા કરાવવા માટે 5 કરોડનો ફંડિંગનો પણ આરોપ છે. આ પૈસાથી પંચકુલાના ડેરા પ્રભારી ચામકુમાર સિંહએ ગુંડાને હિંસા ફેલાવવા માટે તૈયાર કર્યા હતા.