યુરોપ અને વિશ્ર્વના ૯૯ જેટલા દેશો ઉપર કેટલાક સંગઠનોએ સાયબર હુમલો કર્યો છે. આ સાયબર હુમલાની સૌી વધુ અસર બ્રિટનની નેશનલ હેલ્ સર્વિસ પર પડી છે જેના કારણે બ્રિટનના દર્દીઓના ઓનલાઈન રેકોર્ડ મેળવી શકાતા ની. આ હુમલા પછી એક પ્રોગ્રામે હજારો જગ્યાઓના કોમ્પ્યુટરને લોક કરી પેમેન્ટ નેટવર્ક બીટકોઈન મારફતે ૨૩૦ પાઉન્ડ એટલે કે ૧૯ હજાર ‚પિયાની ખંડણી માંગી છે.
આ સાયબર એટેકનો ભોગ બ્રિટન, અમેરિકા, ચીન, રશીયા, સ્પેન, ઈટાલી, વીએટનામ સહિતના દેશો બન્યા છે. આ હુમલો રેન્સમવેર દ્વારા કરવામાં આવ્યો છે. એક સાયબર સુરક્ષા ઉપર સંશોધન કરતા અધિકારીઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બ્રિટનમાં બીટકોઈન માંગવાની ૩૬ હજાર ઘટનાઓ બની છે. વધુમાં હેકરે ધમકી આપી છે કે, જો ૧૯ મે સુધીમાં ખંડણીની રકમ આપવામાં નહીં આવે તો હેક કરેલા તમામ કોમ્પ્યુટરોનો ડેટા ડીલીટ કરી નાખવામાં આવશે.
બ્રિટનના એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા ડોકટરે કહ્યું હતું કે, સાયબર એટેકના કારણે કામ કરવું મુશ્કેલ બન્યું છે. કારણ કે દર્દીઓના લોહીના રિપોર્ટ, દવા, બીમારીની જાણકારી વગેરે કોમ્પ્યુટર દ્વારા જોવામાં આવે છે ત્યારબાદ જ દવા અપાય છે. પરંતુ કોમ્પ્યુટર જ ઠપ્પ ઈ ગયા હોવાી કામગીરી બંધ ઈ છે. આરોગ્યની સેવાઓી જોડાયેલી ૪૦ સંસઓ સાયબર એટેકી પ્રભાવિત ઈ છે. વધુમાં ફોનલાઈન પણ ઠપ્પ ઈ ગઈ હોવાી દર્દીઓને ઈમરજન્સી સિવાય સંપર્ક સાધવાની કોશીષ ન કરવા કહેવામાં આવ્યું છે.
રેન્સરવેર એક કોમ્પ્યુટર વાઈરસ છે જે કોમ્પ્યુટર ફાઈલને ડિલેટ કરવાની ધમકી આપી છે અને જો રકમ ચૂકવવામાં ન આવે તો ફાઈલોને ડિલીટ કરી દેવામાં આવે છે. આ વાયરસ કોમ્પ્યુટરમાં રહેલી ફાઈલો અને વિડિયોને ઈન્ક્રીપ્ટ કરે છે. ખંડણીની રકમ મળ્યા બાદ આ ફાઈલોને ડિક્રીપ્ટ કરવામાં આવે છે. એમ કહેવાય રહ્યું છે કે, આ હુમલો અમેરિકી સુરક્ષા એજન્સીએ બનાવેલા એક પ્રોગ્રામની મદદી કરવામાં આવ્યો છે. જેટલા કોમ્પ્યુટર હેક યા છે તેને શ‚ કરતા સ્ક્રીન ઉપર એક ડાયલોગ બોકસ જોવા મળે છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે ફાઈલો રીકવર કરવા માંગતા હોય તો ‚પિયા ચૂકવવા પડશે.
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સમયસર ‚પિયા ચૂકવવામાં નહીં આવે તો ખંડણીની રકમ બમણી કરી દેવામાં આવશે. ત્યારબાદ ડેટાને ડીલીટ કરી દેવાશે. સાયબર સિકયુરીટી કંપની અવર્સના સર્વરમાં જ સાયબર એટેકના ૭૫ હજાર કેસ નોંધાયા છે. અવર્સના જાકુબ ક્રોસટેકે કહ્યું છે કે, આ હુમલો વિશ્ર્વમાં યેલો સૌી મોટો સાયબર એટેક છે. આ હુમલામાં પોર્ટુગલ ટેલીકોમ, ડિલીવરી કંપની ફેડેકસ, સ્વીડનનું સનિક તંત્ર, રશીયાની બીજા નંબરની સૌી મોટી મોબાઈલ ફોન કંપની, જર્મનીના જાહેર પરિવહન સ્ળો વગેરેમાંી પણ સાયબર એટેકની ફરિયાદો આવી છે.