એ સાંભળો છો…!!

બહેરાશની ટકાવારી પ્રમાણે અદ્યતન સાધનો ‘આશિર્વાદ’ રૂપ: બહેરાશને વહેલાસર ઓળખી લ્યો તો નિદાન આસાન

એ સાંભળો છો… સમાજમાં ઘોંઘાટમય વાતાવરણમાં ચારે બાજુ નસોરથ નસોરથ છે ત્યારે લોકોને બહેરા થવાનો ડર રહેતો હોઈ છે. વિશ્ર્વમાં અનેક વિધ વર્ગોનાં લોકો બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. એ વાત સાચી છે કે, જે રીતે લોકો આંખને પ્રાધાન્ય આપે છે,તેવી રીતે કાન ઉપર સહેજ પણ ગંભીરતાથી વિચારતા નથી. જેના કારણે હાલમાં સાંપ્રત સમયમાં બહેરાશનું પ્રમાણ નાનીવયનાં બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે. જાણવું એ જરૂરી છે કે, બહેરાશનનું પ્રમાણ કેવી રીતે વધે છે. લોકોમાં બહેરાશ આવવાનું કારણ શું છે? હાલનાં સમયમાં લોકો ઈલેકટ્રોનીક ઉપકરણોનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરતા હોવાથી કાનને ઘણી નુકશાની પહોચે છે, પરંતુ જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. તેને જોતા બહેરાશ દૂર કરવા માટેનાં સાધનો અને ઉપકરણો પણ વિકાસવામાં આવ્યા છે.

દરેક વર્ગનાં દર્દીઓને પરવડે તે માટે ઈલેકટ્રોનીક ઉપકરણોનાં ભાવ પણ સસ્તા હોવાથી લોકોને પૂર્ણત: પરવડે છે. લોકોને બહેરાશથી બચવું હોઈ તો તેઓએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવો એટલો જ જરૂરી છે. ઈએનટી સર્જનોનું માનવું છે. કે, લોકો કાન તરફનું જે ધ્યાન દેવું જોઈએ, તે દેતા ન હોવાથી બહેસરાનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે.

ડિજીટલ હિયરીંગ મશીન બહેરાશથી પરેશાન લોકો માટે આશીર્વાદ સ્વરૂપ: ડોકટર ભરત કાકડીયા એમ.એસ. (ઈ.એન.ટી)

56

સેન્સસ હોસ્પિટલના ડોકટર ભરત કાકડીયા એમ.એસ. ઈ.એન.ટી. એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, કુદરત એ આપણને ૬ ઈન્દ્રીયોની બક્ષીસ આપી છે. તે ખૂબજ અગત્યનું છે તેમાં પણ સાંભળવાની છે.શકિત કુદરત આપી તે કાળજી લેતા નથી ખરેખર જેટલી કિંમત આંખની લોકો કરે છે. તેટલી જ કાનની કરવી જરૂરી છે. બહેરાસના આમ જોયતો બે પ્રકાર છે. કાનની નળી કાનનો રસ્તો કાનનો પડદો અને કાનના પડદા પાછળની જે રચનાઓ છે. એની જે ખામીઓ તેમજ એના રોગોના હિસાબે બહેરાસ થતી હોય છે. જેમકે કાનના પડદામાં મેલ પડદામાં કાણુ કાનના પડદા ચોટી જવા બીજા નંબરની જે બહેરાસ છે તેને સેન્સરીયુલ હીયરીંગ સમસ્યા કહેવાય છે. એ બહેરાસ કાનના નસને લીધે થતી હોય છે. તે તપાસ કરવામાં આવે જેમકે ઉમરના હિસાબે કાનની નસ નબળી પડી છે. તેના પરથી વધુ ખ્યાલ આવે છે અથવા જ્ઞાનતંતુને લોહી નથી મળતુ એટલે સુકાય જાય છે કે જન્મજાત એનો વિકાસ નથી થતો એવી બધી બહેરાસ હોય છે. આ બંને બહેરાસ વિશેની તમામ પ્રક્રિયા અલગ અલગ હોય છે.

જે ઉમરના હિસાબે બહેરાસ આવે છે. એને પ્રેસબાયુકી બહેરાસ કહેવાય છે. એ બહેરાસ વધતી જાય તેમાં લોકોને સાભંળવાની તકલીફ ન જણાય પણ સમજવામાં વધારે તકલીફ જણાય આ ઉમરના હિસાબે જે બહેરાશ છે તેના માટે હીયરીંગ હેંડ મશીન ખૂબજ ઉપયોગી છે. જેને સીવીયર કજનાઈયલ હીયરીંગ લોસ કહેવાય છે. આજે બહેરાસ હોય તેનો રેશીયો ખૂબ જોવા મળે છે. આ સાથે એ પણ જણાવી દય કે ધ્યાન બહેરાસ એ આપણે ઉપજાવી કાઢેલો શબ્દ છે. ખરેખર વ્યકિત કા બહેરૂ હોય અથવા સામાન્ય સાંભળતું હોય આવી પરિસ્થિતિ હોય છે. કયારેક સાંભળ્યું ન સાંભળ્યું કરતા હોય તે પણ ધ્યાન બહેરાની વ્યાખ્યામાં આવે છે. અત્યારે ટેકનોલોજીની ક્રાંતી આવી ચૂકી છે. હાલ આ ટેકનોલોજીની મદદથી ન સાંભળતો વ્યકિત પણ સ્પષ્ટ સાંભળી શકે છે. અત્યારના મશીન ડિજીટલ થઈ ગયા છે. પહેલા જે મશીન આવતા તેને લોકો પહેરે તો ખબર પડતી આ વ્યકિતને બહેરાસની બીમારી છે. પરંતુ હવે આ પ્રશ્ર્ન ઉદભવતો નથી લોકોએ બધી ઈન્દ્રીયોને ખૂબ કાળજી પૂર્વક સાચવી અને તેની સંભાળ રાખવી જરૂરી છે.

વધતી જતી બહેરાશની સમસ્યા સામે નિદાનની કાર્યક્ષમતા બમણી કાર્યરત: ડો. દિપેશ ભાલાણી એમ.એસ. (ઈ.એન.ટી)

55

ડો.દિપેશ ભાલાણી એમ.એસ. ઈ.એન.ટી. એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોમાં હાલ એક સમસ્યા વધુ જોવા મળી રહી છે. બહેરાસની સામે તેને નાથવા નિદાનની પણ કાર્યક્ષમતા બમણી થઈ છે. ટેફનેસનું પ્રમાણ પહેલા વૃધ્ધોમાં જોવા મળતું પરંતુ હાલ ઓછી ઉંમરનાં લોકોમાં પણ બહેરાસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. બહેરાસનું હાલ મૂળ કારણ ધ્વની પ્રદુષણ ગણી શકાય ઘોંઘાટીયા અવાજો ઈન્ડસ્ટ્રીયલ નોઈસ યુવાનોમાં હેડ ફોન બ્લુટુથનો વપરાશ વધ્યો છે. જે આપણા કાનને વહેલા નબળા પાડી દે છે. બહેરાસમાં હાલ વિવિધ રીતની તકલીફો જોવા મળી રહી છે. લોકોની રહેણીકરણી જીવનશૈલી ખૂબજ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે કેમકે શરીરમાં ૯૦ ટકા રોગનું ઘર કરી ચૂકી છે. બહેરાસ એ લોકોમાં હાલ ૪૦ વર્ષથી વધુ જોવા મળી રહી છે. નાની ઉંમર તેમજ યુવાઓ એ ખૂબ લાઉડ મ્યુઝીક સાંભળવાનું ટાળવું તેમજ કાનની અંદર રસી દુ:ખાવો કે સોજા જેવું લાગે તો તરત ડોકટરનો સંપર્ક કરવો તેમજ તાત્કાલીક નિદાન કરાવું અચૂક પણે જરૂરી છે. કાનની અંદર કોઈ પણ ચીજ વસ્તુઓ ઘુસેડી સાફ કરવું નહી ઈયરબર્ડનો ઉપયોગ કાનમાંથી ભેજ દૂર કરવા માટેનો છે. કાનનો મેલ યોગ્ય રીતે સાફ કરવા કોઈ પણ ઈએનટી ડોકટર પાસે જઈ કરાવો હીતાવત રહેશે.

બહેરાશના પ્રમાણ સામે કવોલેટીથી સજજ સાધનો

કાલ માટે ૬૦ થી ૭૦ ટકા કેસીબલ સુધીના અવાજ જિલવા માટે સક્ષમ પરંતુ જયારે વધુ વોટનો અવાજ તેમજ ખૂબ ઘોંઘાટ વાળા વાતાવરણમા રહેવાથી કાનમાં બહેરાસની સમસ્યા ઉભી થાય છે. સામાન્ય રીતે જયારે વ્યકિતને ૪૦ ટકા બહેરાસની અસર જોવા મળે છે. ત્યારે હેયરીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમજ અવાજમાં વધતા ડેઝીબલ મૂજબ અલગ અલગ હીયરીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે મશીનનાં ભાવ પણ વિવિધ ડેઝીબલથી થતી બહેરાસથી નકકી કરવામાં આવતા હોય છે. ૧૧૦ ડેઝીબલ સુધીના અવાજ માટે પણ મશીન બજારમાં ઉપલબ્ધ છે.

બહેરાશની સમસ્યાને નાથવા અદ્યતન ટેકનોલોજીથી સજજ શ્રવણ યંત્રો બજારમાં ઉપલબ્ધ: ડો. વિમલ હેમાણી (એમ.બી.ડી.એલો) સર્જન)

57

ડો.વીમલ હેમાણી એમ.બી.ડી.એલોએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે કાનની બહેરાસની સમસ્યાને નાથવા હાલ ટેકનોલોજીની મદદ વડે ખૂબ આધુનીક અને સચોટ અવાજ કાન સુધી પહોચાડે તેવા મશીન હાલ બજારમાં ઉપલબ્ધ છે. કાનની બહારની સાઈડથી બહેરાસ હોય તો તેનું ઓપરેશન કરી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. અંદરના કાનની બહેરાસ હોય જેમકે કાનની નસ ને લીધે થતી બહેરાસ હોયતેના માટે શ્રવણ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો દ્વારા તેને બેરોમીટર નામ આપવામાં આવ્યું છે. જયારે ખરેખર તેને શ્રવણ યંત્ર કહેવાય ઈમ્પ્લાન્ટેબલ હીયરીંગ હેડ વડે કાનની બહેરાસને નાથવામાં આવે છે. જે મગજની પાછળની બાજુના હાડકામાં ફીટ કરવામાં આવે છે. જો બાહા તરીકે ઓળખવામાં આવે છે. જન્મજાત બહેરાસ ધરાવતા બાળકો કે વધુ બહેરાસ ધરાવતા વ્યકિતઓને આનાથી પણ વધારે સારી ટેકનોલોજીની મદદથી સાંભળતા કરી દેવામાં આવે છે. જે કોકલીયર ઈમ્પ્લાન્ટ કહેવાય છે. પહેલાના સમયમાં જે મશીન આવતા તેના કરતા હવે ખૂબ આધુનીક મશીન હવે બજારમાં આવી ચૂકયા છે. જે દરેક વર્ગને વિવિધ રીતે પરવડે એવી જ રીતે બજારમાં મળી શકે છે. સામાન્ય રીતે કાનની બહેરાસ માટે ડિજીટલ હીયરીંગ હેડ ખૂબ મહત્વના ગણી શકાય છે. પહેલાના સમયમાં ઉમરને આધારે બહેરાસ આવતી ત્યારે હાલના સમયમાં લોકોનો જીવન શૈલીને કારણે બહેરાસનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ઘોંઘાટમાં રહેવા લાગ્યા કાનમાં હેડ ફોન દ્વારા ખૂબ ઉંચા અવાજનું મ્યુઝીક સાંભળવું તેમજ વધઉ વોલ્ટની સીસ્ટમમાં રહેવું વધુ પસંદ કરે છે. જે કાનની બહેરાસનું મૂળ કારણ બન્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.