શહેર અને જિલ્લામાં નાના માણસનો મોટા જુગાર અને મોટા માણસના નાના જુગાર હોવાનો ઘાટ સર્જાયો
શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો પરંતુ શકુનીઓ માટે જુગાર રમવાની મૌસમ હોય તેમ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસામં નાના માણસનો મોટા જુગાર અને મોટા માણસનો નાનો જુગાર હોય તેવો ઘાટ સર્જાય છે. શ્રાવણ્યા જુગારમાં નાના માણસો જાહેરમાં કે ઘરમાં વાડીમાં જુગાર રમી હજારોની કે લાખોની રકમની હાર જીત કરતા હોય છે.
સૌરાષ્ટ્રભરમા શ્રાવણીયો જુગાર રમવા નાના માણસોના મોટા અને મોટા માણસોના નાના જુગારધામ શરૂ થયા છે. શ્રાવણ માસ પૂર્વે જે પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડી અનેક શકુનીઓને ઝડપી લઈ હજારોની રકમ કબજે કરરી કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીમાં આવેલા બગીચામાં જાહેરમાં જુગાર રમતા સદામ ઉર્ફે જાફર વિરાગશા શેખ, સિકંદર કાસમભાઈ દુફાની, અબ્બાસ શકુરભાઈ સુર્યા, રિઝવાન રફીકભાઈ રાજવાણી, હાસમમીયા કાદરી અને રિયાઝ રફીકભાઈ મોતીવાલાને તેમજ ઝાંઝમેર ગામેથી લીલાધર ઉર્ફે લાલો મોહનભાઈ રાકસા, અરવિંદ મોહનભાઈ રૂકશા, ભરતપરી વિઠલપરી ગૌસ્વામી કૃષ્ણકાંત ઉર્ફે મહેશ ગોલાભાઈ મકવાણા, ભુપત રવજીભાઈચૌહાણ અને પ્રવિણ જેન્તીભાઈ ઝિંઝુવાડીયાને ધોરાજી પોલીસે ઝડપી રોકડ રૂ. ૧૬૯૬૦ની રોકડ જપ્ત કરી છે તેમજ જેતપૂરના જાગૃતીનગરમાં રહેતા રાજાભાઈ ઓડદરાના મકાનમાં જેતપૂર પોલીસે દરોડો પાડી જુગટુ રમતા મકાન માલીક રાજા ઓડેદરા, દિપક ગોરધનભાઈ સોલંકી રાજુ જીણા રાઠોડ, હરેશ આઝાદ મકવાણા, મંગુબેન બચુભાઈ અને કાંતાબેન ઢોબરીયાને ઝડપી પટમાંથી રૂ .૧૯૫૪૦ની રોકડ તથા ત્રર મોબાઈલ મળી રૂ. ૩૦૫૪૦નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે શાપર વેરાવળમાં અતુલ ઓટોની બાજુમાં ટ્રક પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમતા ફકરૂદીન સુબેદાર ખાન, ગફૂરભાઈ મુસ્લીમભાઈ ખાન મહુલભાઈ મોહલભાઈ ખાન, અને અનીશ દિનુભાઈ ખાન નામના શખ્સોને રૂ. ૫૪૮૦ની રોકડ સાથે શાપર પોલીસે ઝડપી લીધા છે.
જયારે રાજકોટ શહેરના એ ડીવીઝન પોલીસે સરદાર નગર શેરી ૧૭માં પંચવટી એપાર્ટમેન્ટના ત્રીજા માળે કુવેશ ચંદુ કારીયા નામનો લોહાણા વેપારી બહારથી માણસો બોલાવી પોતાના ઘરમાં જુગારનો અખાડો ચલાવતો હોય પોલીસે દરોડો પાડી જુગાર રમતા રૂપેશ કારીયા રમેશ લીબાસીયા, બીપીન વરસાણી ચંદ્રેશ ઠાકર જયેશ વરસાણી, રોહિત લુણાગરીયા સહિતના શખ્સો ને પોલીસે ઝડપી લઈ રૂ. ૪૨૦૦૦ની રોકડ કબ્જે કરી છે.
જામનગર પંથકના નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાંથી સીકકાના પાટીયા નજીક આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ પાસેથી અને જોડીયામાંથી જાહેરમાં ઘોડીપાસા અને તીનપતીનો જુગાર રમતા ૧૮ શખ્સોને પોલીસે ઝડપી તેમની પાસેથી રોકડ અને વાહન સહિત કુલ રૂ. ૩,૧૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.