પાયાનું શિક્ષણ માતૃભાષામાં લીધા બાદ હિન્દી અંગ્રેજી જેવી ભાષા ઝડપથી શીખી શકાય છે: પોતાના બાળકની ક્ષમતા અને ઘરના વાતાવરણ મુજબ માઁ-બાપે નિર્ણય કરવો જરૂરી
આવું જ વિજ્ઞાન પ્રવાહનું છે, આ પ્રવાહ લીધા બાદ ઘણા આર્ટસ-કોમર્સમાં પાછા ફરે છે: નવી શિક્ષણ નીતિમાં ધો.5 સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ અપાશે અને ધો.6 થી દ્વિભાષી માધ્યમનાં પુસ્તકો અમલમાં આવશે
નવા સત્ર 2023થી સપોર્ટીંગ વિષય તરીકે હિન્દી – અંગ્રેજી શિખડાવાશે પણ શ્રવણ-કથન કૌશલ્યો સિધ્ધ કરાવશે: વાંચન-લેખન-કૌશલ્યો ઉપલા ધોરણમાં કરાવાશે
નવા સત્ર જૂન-2023થી શિક્ષણમાા ઘણા ફેરફારો આવશે. નવા શિક્ષણ નીતિ-2020 અનુસાર પ્રારંભીક બાળ શિક્ષા અભ્યાસક્રમ શરૂ થતા હવે જૂના માળખા 10+2ને બદલે 5+3+3+4 પેટર્નનું પાલન કરાશે. નવી શાળા પ્રણાલીકા શિક્ષક પાત્રતા પરીક્ષણમાં ફેરફાર આવશે. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. ત્યાાજ મા-બાપો ને તેના સંતાનોનાં એડમીશનની ચિંતા વધી રહી છે. આ બધાની વચ્ચે અને છેલ્લા દશકાથી એક પ્રશ્ર્ન સતત મુંઝવે છે કે બાળકને ગુજરાતીમાં ભણાવવો કેઅંગ્રેજીમાં એક વાત એ પણ જોવા મળે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા છાત્રો ગુજરાતીનાં બોર્ડ પણ વાંચી નથી શકતા આપણે ગુજરાતમાં રહીએ ગુજરાતી બોલીએ અને આપણા સંતાનોને ગુજરાતી વાંચતા ન આવડે એ તો શરમજનક બાબત છે. અંગ્રેજીના મોહમાં તે માતૃભાષા ભુલી રહ્યો છે.એક વાત નકકી છે કે બાળકની ક્ષમતા અને ઘરનાં વાતાવરણ મુજબ માધ્યમ પસંદ કરવું જરૂરી છે. ઘરમાં કોઈને ંઅગ્રેજી આવડતું ન હોય ને બાળક જોએ માધ્યમમાં ભણે તો તેને તકલીફ પડે છે અને તે બંનેની વચ્ચે લટકતો જોવા મળે છે. વર્ષો પહેલા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન હતુ પણ આજે વિજ્ઞાન , કોમર્સ અને આર્ટસ જોવા મળે છે.નવા જૂના 2022ના સત્રથી ધો.5 સુધી માતૃભાષામાં જ શિક્ષણ અપાશે અને ધો.6 થી દ્વિભાષી પુસ્તકો અમલમાં આવશે.પાયાનું શિક્ષણ માતૃભાષા લીધુ હોય તેને સપોર્ટીંગ ભાષા હિન્દી-અંગ્રેજી શીખવાની સરળ પડે છે. જોકે હવે માતૃભાષા સાથે પાયાથી અંગ્રેજી ભાષાનો પણ મહાવરો અપાશે, જેમાં શ્રવણ, કથન બાદ વાંચન અને લેખનનો મહાવરો અપાશે.
આજના ઈન્ફરમેશન ટેકનોલોજી, મોબાઈલ યુગ અને કોમ્પ્યુટર યુગમાં અંગ્રેજી ભાષાનું વિશેષ મહત્વ છે. એમાં બેમત નથી પણ માતૃભાષા શીખ્યા બાદ બધી ભાષા શિખીને વિદ્યાર્થી તેનો સર્વાંગી વિકાસ કરી જ શકે છે. આજે બાળકને ગુજરાતી સાથે અંગ્રેજી શિખડાવવું જ જોઈએ અને તે શીખી પણ લે છે. અંગ્રેજી આવડવું એ હોશિંયારીની નિશાની નથી, એ માત્ર કોમ્યુનિકેશનનું જ માત્ર સાધન છે. આપણી ગુલામી માનસીક્તાનું જ અંગ્રેજી માધ્યમ પ્રતિબિંબ છે. આજે મા-બાપો પણ મોભા માટે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. મા-બાપ અંગ્રેજી જાણતા ન હોય એવામાં પોતાનું સંતાન એક બે લીટી અંગ્રેજીમાં બોલે એટલે તે અભિભૂત થઈ જાય છે.
જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહે આપેલ સ્લોગ્ન મુજબ માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. સંભળાતી ભાષા, ઉપરથી તેને ઝીલવાની, સમજવાની અને શીખવાની ક્ષમતાની ખીલવણી થાય છે. બે વર્ષનું બાળક સંભળાતી ભાષાને કારણે જ બોલવા લાગે છે, પછી એ જે ભાષા સાંભળે છે તે તેમાં બોલવા લાગે છે. બીજા રાજયનાં બાળકો એટલે હિન્દી કે તેની માતૃભાષા સાંભળે છે તે તેમાં બોલવા લાગે છે.બીજા રાજયનાં બાળકો એટલે હિન્દી કે તેની માતૃભાષામાં વાત કરે છે. જેમ આપણું ગુજરાતી બાળક બોલે છે. મનોવિજ્ઞાન પણ માને છે કે ઘરમાં બોલાતી ભાષા એજ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે ઘર અને નિશાલની ભાષા જુદી પડષ ત્યારે બાળક મુંઝાય છે, મુરઝાય અને લઘુતાગ્રંથી નો ભોગ બને છે.
ગુજરાતનાં દરેક મા-બાપો એ પોતાના સંતાનોને પાયાનું શિક્ષણ ગુજરાતીમાં જ આપવું હિતાવહ છે. ગુજરાતીમાં ભણતા છાત્રો 8 કે 9 ધોરણ સુધી ટયુશન કરતા નથી તો શા માટે અંગ્રેજીમાં ભણતા ને પ્રથમથી જ ટયુશન કરવા પડે છે. જે વાત સૌ મા-બાપે સમજવાની જરૂર છે. સર્વેક્ષણોમાં બતાવે છે કે માતૃભાષામાં મેળવેલ બાળકમાં જીંદગીનાં બધા પડકારો જીલવા સક્ષમ બનાવે છે.
મોરારીબાપુએ બહુ સરસ સમજવા જેવી વાત કરી છે કે, અંગ્રેજી કામની ભાષા છે, તેથી તેની પાસેથી કામ વાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય માતૃભાષાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમનાં શિક્ષણ કરતાં વધુ સારા પરિણામો, આપે છે. માતૃભાષાના સહારાથી જ બીજી ભાષામાં સારી ફાવટ આવી જાય છે. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણ છે પણ તેની માતૃભાષા તો ગુજરાતી છે. આપણાદેશમાં 130 કરોડથી વધુ વસ્તીમાં 22 થી વધુ ભાષા છે. આખા યુરોપીયન દેશમાં 24 ભાષા બોલાય છે. નવી શિક્ષણ નીતિએ હાથ, હૃદય અને મનની તાલીમ આપવાનું માધ્યમ બનશે.
ત્રણથી 8 વર્ષની ઉંમરમાં બાળક સૌથી વધુ અને સારી રીતે શીખી શકતો હોવાથી હવે 3 વર્ષથી પ્રથમ પાંચ વર્ષની પેર્ટન પ્રારંભ થશે જેનો મતલબ કે નર્સરી, લોઅર કેજી, હાયર કેજી અને ધો.1-2 પ્રથમ પેટર્નમાં આવરી લઈને પાયાનું શિક્ષણ કે પ્રારંભીક બાળ શિક્ષા અભ્યાસક્રમનું માળખુ આવી રહ્યું છે. આપણા દેશમાં 400 કી.મી. એ બોલી બદલાય જાય છે.ત્યારે આ પ્રારંભીક પાંચ વર્ષની પેટર્ન અને ધો.3-4 સુધી બાળકને માતૃભાષામાંજ શિક્ષણ અપાશે. અગાઉ જેમ ધો.8 થી વિવિધલક્ષી અભ્યાસક્રમમાં ટેકનીકલ, કેમિકલ જેવા વિષયો હતા તે હવે ધો.6 થી જ ટકેનીકલ સ્કુલનો કોન્સેપ્ટ અમલમાં આવશે. જેમાં વિવિધ વોકેશનલ ટ્રેનીંગ અપાશે.
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી તેને ભણવામાં રસ-રૂચી સાથે ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે. વર્ગમાં પ્રશ્ર્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત વધે છે. આપણશં દેશમાં પ્રાદેશિક ભાષા (માતૃભાષા), રાષ્ટ્ર ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનું શિક્ષણ અપાય રહ્યું છે. જે વિદ્યાર્થી તેની માતૃભાષામાં ભણ્યો નથી તેને તકલીફ પડતી જોવા મળે છે. શિખવા માટે વિચારવું અને કલ્પના કરવાનું સ્વાતંત્ર્ય જરૂરી છે. તેથી જ તેને માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે.અત્યારે તો સૌ મા-બાપો કહે કે હું ગુજરાતી પણ સંતાનોને ભણાવવા અંગ્રેજીમાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા છાત્રો કરતા માતૃભાષામાં ભણેલ છાત્રો વધુ સફળ થયા છે.માતૃભાષા વ્યકિતની મૂળભાષા છે જે જન્મથી શિખેલી ભાષા છે, તેથી તેને પ્રથમ ભાષા કહેવાય છે. તે ગૃહભાષા, પ્રભાવશાળી ભાષા અને જીભની ભાષા પણ કહેવાય છે. આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એ હરણ ફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનગંગામાં પણ ભરતી આવીને શિક્ષણનો વ્યાપ વધતા તેમાં નવા-નવા અભ્યાસક્રમો ઉમેરાતા ગયા ને અંગ્રેજીનું મહત્વ વધવા લાગ્યું એ જરૂરી પણ છે.પણ આપણી માતૃભાષા પ્રત્યે અણગમો વધ્યો તે શરમજનક છે. માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મૂલ્ય પ્રદાન કરે છે.આજના મા-બાપે અંગ્રેજી નહી ગુજરાતી માધ્યમમાં જ ભણાવવા જરૂરી છે. જેના સબળ કારણોમાં માતૃભાષાએ શ્રવણ કળાની પ્રેકટીસ કરવાનું પ્લેટફોર્મ છે. તે પ્રેરણા સ્ત્રોતની ગંગોતરી છે. માતૃભાષા જ માર્ગદર્શક અને દિવાદાંડી છે. પોતાની ભાષામાં જ સંશોધન કરવાની મઝા આવે છષ. તે સંવાદ કરવાની શ્રેષ્ઠ કળા છે, અને આદર આપવાની પણ કળા છે. નાનકડા બાળકને ભણવાની મઝા તો ગુજરાતીમાં જ આવે છે. હા કયારેક તે સામેથક્ષ એબીસીડી લખવા લાગે છે. પોતાના ઘરની આસપાસ કે પરિવારમાં બોલાતી માતૃભાષાને કારણે જ તેની મૌખીક વ્યકિત ખીલી ઉઠે છે. તેના જેવડા નાના-નાના બાળકો સૌ માતૃભાષા જ સંવાદ કરતા હોય છે.ત્યારે અંગ્રેજી માધ્યમનો બાળક તેની સાથે ભળી શકતો નથી. તેને અંગ્રેજી આવડે છે પણ માતૃભાષા નથી આવડતી તેથી મુશ્કેલી અનુભવે છે. માતૃભાષા જ હૃદયની ભાષા છે.
હું ગુજરાતી પણ, મારે ભણવું અંગ્રેજીમાં
આજના ઈન્ફરમેશન ટેકનોલોજી યુગમાં ડગલે ને પગલે અંગ્રેજી ભાષા કાર્યરત જોવા મળે છે, ત્યારે તેને શીખવી તો જરૂરી છે. ગુજરાતી તરીકે આપણી ગુજરાતીમાં જેટલુ ઉતમ શિક્ષણ મેળવી શકીએ તેટલું શિક્ષણ અન્ય ભાષામાં ન મેળવી શકીએ. જો પાયાનું શિક્ષણ ગુજરાતીમાં મળી જાય તો પછી દુનિયાની કોઈપણ ભાષા આપણે ઝડપથી શિખી શકીએ છીએ. અત્યારે તો આપણે ગુજરાતી પ્રારંભથી અંગ્રેજી શિખવા જતા બંને સાઈડનું શિક્ષણ બગાડે છે. નથી ગુજરાતી બોલતો કે નથી અંગ્રેજી, ગુજરાતીમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ઘણુ સારૂ અંગ્રેજી બોલતો કે નથી અંગ્રેજી, ગુજરાતીમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ઘણુ સારૂ અંગ્રેજી બોલી શકે છે. સમજી પણ શકે છે. શ્રવણ-કથન કૌશલ્યો સિધ્ધ કરીને પણ સપોર્ટીંગ લેંગવેજ શીખી શકાય છે. જેમ આપણને કે અભણને ટીવી પર ફિલ્મ જોઈને હિન્દી બોલતા કે સમજતા આવડે છે. આજે અંગ્રેજી શાળાનો રાફડો ફાટયો છે. ત્યારે વાલીઓ પણ દેખા દેખીમાં પોતાના સંતાનોનું ભવિષ્ય બગાડી રહ્યા છે. ગુજરાતી માધ્યમમાં ભણતા ભણતાં પણ સારૂ અંગ્રેજી શીખી જ શકાય છે.