હળવદ શહેર ના લોકોની પરીવહન માટે ની પાયાગત સુવીધા રેલ્વે મુસાફરી ની વીવીધ રજુઆતો જેવીકે, હળવદ રેલ્વે સ્ટેશન આધુનીક બનાવવા તેમજ હળવદ થી બા્યપાસ જતી ટ્રેન ના સ્ટોપ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષભાઇ ગોયલ તથા ચેરમેન અશ્વીનીકુમાર ને દીલ્હી ખાતે 2019 માં  સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુવે મંત્રી જયંતીભાઇ કવાડીયા,શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ , તેમજ નગરપાલિકા પૂવે પ્રમુખ રણછોડભાઇ દલવાડી એ રજુઆત કરેલ હતી. જે અંતર્ગત બાંન્દ્રા – ભૂજ એક્સપ્રેસ (એ.સી. કોચ)ને હળવદ ખાતે સ્ટોપ આપવામાં આવ્યો હતો, જે કોરાનામાં  હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ બંધ કરવામાં આવ્યો હતો.

તે ભૂજ  પુના (સાપ્તાહિક) એકસપ્રેસ ટ્રેન ( ટ્રેન નંબર 11091 / 11092 ) જે  રાબેતા મુજબ 20/7/2022થી બુધવાર ના રોજ હળવદ રેલવે સ્ટેશન પર  ટ્રેન સ્ટોપ કરશે,પછી નિયમિત દર અઠવાડિયે ટ્રેન સ્ટોપ કરશે જેથી ભુજ અને પુના જવા માટે મુસાફરો વધુ એક સવલત મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.