ભોમેશ્વર મંદિર પૂ. રણછોડદાસ બાપુએ 3 વર્ષ સુધી તપસ્યા કરેલી
શ્રી ભોમેશ્વર મહાદેવની જગ્યા રાજકોટવાસીઓ માટે લોકપ્રિય એવું ધાર્મિક સ્થળ છે . શ્રાવણ માસનાં ચાર સોમવાર , અને સાતમ થી નોમ સુધી અહીં મેળો ભરાય છે . સૌરાષ્ટ્રભરમાંથી મહાદેવના અભિષેક કરવા માટે લોકો પડાપડી કરે છે ઇ.સ. 1942 ના સમયની આ વાત છે એક ખેડૂતને રાત્રે સ્વપ્ન આવ્યું કે , ખેતરમાં અમુક જગ્યાએ રાફડો છે અને તેમાં નાગ – નાગણીનું જોડુ રહે છે .
તે સમયે રાજકોટમાં રાજવી પ્રદ્યુમનસિંહજી રાજ કરતા હતા . ખેડૂતે મહારાજા પ્રદ્યુમનસિંહજી પાસે આવીને પોતાના સ્વપ્નની વાત કરી તે વખતના રાજવી સામાન્ય માણસની વાતને પણ ધ્યાનમાં લેતા . ખેડૂતની સાથે ખેતરમાં આવ્યા અને ખોદકામ કરાવ્યું તો રાફડો નીકળ્યો અને તેમાંથી નાગ – નાગણીનું જોડું નીકળ્યું !
તે સમયે પૂ.રણછોડદાસજી મહારાજ પણ રાજકોટમાં હતા . પ્રદ્યુમનસિંહજીએ પૂ.રણછોડદાસ બાપુનાં સાંનિધ્યમાં અહીં ધામધૂમથી 15 દિવસનું અન્નક્ષેત્ર ખોલ્યુ અને મહારૂદ્ર યજ્ઞ કરીને સર્વે દેવની સ્થાપના પ્રદ્યુમનસિંહજી અને નરેન્દ્રકુંવરબાને હસ્તે કરવામાં આવી.
ત્યારબાદ પ્રદ્યુમનસિંહજી અને નરેન્દ્રકુંવરબા નિયમિત રીતે પૂજન માટે આવતાં કરવામાં આવી . હતાં . તેમનાં વંશજોએ પણ આ પ્રણાલિકા જાળવી રાખી છે . ભોમેશ્વરની જગ્યામાં રાજવી પ્રદ્યુમનસિંહજી નિયમિત રીતે સત્કાર્યો કરાવતા પૂ . રણછોડદાસજી મહારાજ અહીં વારંવાર આવતાં હતાં . તે સમયમાં તે જે ખુરશી પર બેસતા હતા તે ખુરશી હજુ મોજુદ છે . ભોમેશ્વર મહાદેવની માનતા માનીને ઘણાંને ઘેર પારણા બંધાયા છે . માનતાની પહેલી પૂનમે આવીને દર્શન કરીને પૂનમનાં વ્રત કરવામાં આવે તો પારણું બંધાય છે . અત્યારના ભોમેશ્વરમાં જે પારણું મોજુદ છે તેને શ્રી રણછોડદાસજી બાપુના હાથે આશીર્વાદ મળેલા છે .
માનતા માનીને ઘેર પારણું બંધાય એટલે આ પારણું ઝુલાવવા બહેનો આવે છે . અહીંરાડામાંથી જે નાગ – નાગણી નીકળ્યાં હતાં , તે રાડો મંદિરનાં એક ભાગમાં હજુ પણ છે .
અહીં રાફ્યા પાસે રોજ દૂધ ધરવામાં આવે છે . આ નાગ – નાગણી શ્રાવણ માસ , આસો માસ , ચૈત્ર માસ , ભાદરવા માસ , અષાઢમાં અને નાગ પાંચમના દિવસે આજે પણ અચુક દર્શન આપે છે . અહીં વર્ષોથી પૂજા કરતાં રહેતાં પૂજારી નવલરામભાઇ અગ્રાવતને રણછોડદાસજ મહારાજ તરફ્થી વચન મળેલ તે મુજબ પૂજારી જમીનમાંથી પાણી નીકળશે કે નહિ તેની આગાહી આજે પણ કરી શકે છે . સ્થંભ પ્રાગટય : ભૂમિમાંથી સ્વંભૂ પ્રાગટય માટે ભોમેશ્વર મહાદેવ : પણ જણાય છે ! મંદિરના હાલનાં મહંત શ્રી બટુકદાસ નવલરામ અગ્રાવત . છે . ગુરૂદેવ રણછોડદાસ બાપું એ 3 વર્ષ સુધી તપસ્યા કરેલી . જે સ્થળ તેમજ પૂજારીશ્રી અજયબાપુ સેવા આપે છે . આજે આ મંદિરમાં પૂ .