ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રિયંકા ગાંધીએ ભીમ આર્મીના પ્રમુખની હોસ્પિટલના બિછાને મુલાકાત લીધા બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં વધુ એકવાર દલિત વોટ બેન્કને લઈને રાજકારણ ગરમાયું છે
ઉતરપ્રદેશના મેરઠના દલિત આગેવાન ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર કે જે રાવણના નામે પણ જાણીતા છે અને દલિત મતોના પ્રભાવના કારણે ચુંટણીના ગણિત વિખી નાખવા સમર્થ ગણાતા ચંદ્રશેખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચુંટણી લડવાનો લંલકાર કરી દીધા બાદ બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ ચંદ્રશેખરની પ્રિયંકા ગાંધીએ ખબર-અંતર પુછવા ગયા બાદ ચંદ્રશેખરે વડાપ્રધાન સામે ચુંટણીનો લલકાર કર્યો છે. ભીમ આર્મીના પ્રમુખ ધારાશાસ્ત્રી ચંદ્રશેખર દેવબંદમાં મંજુરી વગર મોટર સાયકલ રેલી કાઢી ચુંટણી આચારસંહિતા ભંગ બદલ અટકાયતમાં લેવાયા બાદ બિમારીને કારણે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
એક વિડીયોમાં પ્રિયંકા ગાંધી ચંદ્રશેખરની ખબર પુછવા હોસ્પિટલ ગયેલા દેખાય છે. જયોતીન્દ્રરા આદિત્ય સિંધા સાથે પ્રિયંકા ગાંધી ચંદ્રશેખરની ખબર કાઢતા નજરે પડે છે. પ્રિયંકાનો કાફલો જયારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ચંદ્રશેખરના સમર્થકોએ ૧૫ મિનિટ સુધી પ્રિયંકાનો રસ્તો રોકી રાખ્યો હતો. હું અહીં રાજકારણ કરવા નહીં માનવતાના ધોરણે તેમની ખબર પુછવા આવી છું તે એક યુવા નેતા છે તે કંઈ કહેવા માંગે છે પણ સરકાર તેનો અવાજ દબાવે છે. પ્રિયંકાએ આ મુલાકાતને માત્ર સ્વજનીય મુલાકાત ગણાવી હતી નહીં કે રાજકારણી મુલાકાત.
ચંદ્રશેખર ૩૦ ટકા દલિત વસ્તીના યુવા નેતા છે. પ્રિયંકા ગાંધીએ ગયા મહિને જ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે અને ઉતરપ્રદેશની ૪૧ બેઠકોની ચુંટણી પ્રચારની જવાબદારી ઉઠાવી રહ્યા છે. પ્રિયંકા ગાંધીનો ચંદ્રશેખર સાથેની આ મુલાકાતનો આ વિડીયો એવા સમયે વાયરલ થયો છે જયારે બહુજન સમાજ પાર્ટીના માયાવતી એકલા હાથે દલિતો પર પ્રભુવત માટે પ્રયાસ કરી રહ્યા છે.
ચંદ્રશેખર અત્યારે માયાવતી અને અખિલેશ યાદવના ગઠબંધનની રાજકીય સ્થિતિમાં પોતાને તટસ્થ ગણાવે છે જો સપા અને બસપા નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં સક્ષમ ઉમેદવાર ઉભા નહીં રાખે તો પોતે મોદી સામે ચુંટણી લડશે. પ્રિયંકાની મુલાકાત બાદ ચંદ્રશેખરે મોદી સામે મોરચો ખોલવા જાહેરાત કરતા ઉતરપ્રદેશમાં દલિતના વોટ બેન્ક પર પોતાનો એકાધિકારનો દાવો કરતા માયાવતી સહિતના નેતાઓ વિચારતા થઈ ગયા છે. ચંદ્રશેખરે ૨૦૧૪માં ભીમસેનાનું નિર્માણ કર્યું હતું.