લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
અબતક, રાજકોટ : લાલપુર તાલુકામાં ખનીજ ચોરીની વ્યાપક રજૂઆતો તથા ફરિયાદને પગલે મામલતદારની ટિમ દ્વારા સ્થળ તપાસ તથા ડોક્યુમેન્ટ ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર લાલપુર પંથકમાં ખનીજ ચોરી અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઈને મામલતદાર કેતન ચાવડા, નાયબ મામલતદાર નિલેશ બાવરીયા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા સહિતની ટિમ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્થળ તપાસ તથા લીઝ, રોયલ્ટી વિગેરે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનું સઘન ઓપરેશન હાથ ધરાયું હતું.
ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે આગામી દિવસોમાં તંત્ર દ્વારા હજુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.