આવતીકાલે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી
અબતક, રાજકોટ
આવતીકાલે ગીતાજયંતી છે અને સાથે મોક્ષદા એકાદશી પણ છે. ગીતા સંસારના બધા દુ:ખો માંથી છુટવાનો સરળ ઉપાય છે. ગીતાને વેદોથી પણ શ્રેષ્ઠ ગણેલ છે. કારણકે વેદોનો અભ્યાસ લાંબો અને અઘરો છે. પરંતુ ગીતાને દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે છે, તેમાં ખાસ કરીને ગીતાને સમજી અને વ્યકિત મુકિત પામે છે. પરંતુ બીજા લોકોને પણ મુકિત અપાવે છે અને જીવનમાં શાંતિ મેળવી શકે છે, કરોડો યજ્ઞ કરો પરંતુ ગીતાના જ્ઞાન વગર નકામુ છે. મહાત્મા ગાંધીજી કહેતા જયારે હું સંકટમાં પડુ છુ ત્યારે ગીતાનો સહારો લઉ છુ. ભગવાન પોતે કહે છે. ગીતા મારો પણ ગુરૂ છે, મારૂ હ્રદય છે ગીતા સર્વસ્વ છે અને અવિનાશી જ્ઞાન એ ગીતામારૂ ઘર છે. અને ગીતાનો સહારો લઈ અને ત્રણેય લોકનું હું પાલન કરૂ છુ, જે લોકોને પિતૃદોષ હોય તેવા લોકોએ પિતૃના આર્શીવાદ મેળવવા માટે ભાગવત ગીતાનું અનુષ્ઠાન કરી શકે છે. ગીતાના પાઠ કરી શકે છે.
ગીતાના પુસ્તકનું પૂજન:- સૌપ્રથમ સામે બાજોઠ પર સફેદ કપડા ઉપર ગીતાનું પુસ્તક રાખવું ત્યાર બાદ તેને ચાંદલો ચોખા કરી પાચ નામ લેવા કેશવાય નમ: , ૐ નારાયણાય નમ:, ૐ ૐ માધવાય નમ:, ૐ ગોવિન્દાય નમ:, ૐ શ્રીકૃષ્ણાય નમ: અને ત્યાર બાદ થોડા અબીલ ગુલાલ અર્પણ કરવા ફુલ ચડાવું નૈવેધ અર્પણ કરવું. આરતી કરવી, ગીતાજીના પાઠ કરવા અને આખી ગીતાનો વાંચી શકાય તો પેલા માહાત્મ્ય અને ત્યારબાદ પેલો, ચોથો, નવમો, અગીયારમો, તેરમો, અને પંદરમો, અધ્યાયનો પાઠ કરવો અથવા કોઈ પણ એક જ અધ્યાયનો પાઠ કરવો, આમ કરવાથી ઘરમાં શાંતી રહે છે અને પિતૃદોષ માંથી મુકિત મળે છે અને આખું વર્ષ દરરોજ ગીતાનો એક અધ્યાયનો પાઠ તો જરૂર કરવો જોઈએ. જેથી જીવનમાં શાંતિ બની રહેશે.
-શાસ્ત્રી રાજદીપ જોષી વૈદાંત રત્ન