૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૨૮.૭૦ ફુટે પહોંચી: ૨૫ જળાશયોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો એવો ભાદર ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર ૫.૩૦ ફુટ જ બાકી રહ્યું છે. ૩૪ ફુટે છલકાતા ભાદર ડેમની સપાટી આજે ૨૮.૭૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં નવું ૦.૫૯ ફુટ પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. આજી, ન્યારી, લાલપરી સહિતનાં રાજકોટની જળજરૂરીયાત સંતોષતા જળાશયો સતત ઓવરફલો થઈ રહ્યા છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરમાં નવું ૦.૫૯ ફુટ પાણી આવ્યું છે અને ડેમની સપાટી ૨૮.૭૦ ફુટે પહોંચી જવા પામી છે હવે ડેમ ઓવરફલો થવામાં ૫.૩૦ ફુટ બાકી રહ્યું છે. ડેમમાં હાલ ૪૪૩૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદથી ભાદર ડેમ નહીં છલકાય તો સરકાર ભાદરને સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીરથી ભરી દેશે. ભાદર ઉપરાંત મોજ ડેમમાં ૦.૩૯ ફુટ, ફોફડ ડેમમાં ૦.૨૦ ફુટ, સોડવદરમાં ૧.૩૧ ફુટ, ગોંડલીમાં ૦.૮૨ ફુટ, ઈશ્ર્વરીયામાં ૧.૬૪ ફુટ, કરમાળમાં ૨.૩૦ ફુટ, કર્ણુકીમાં ૧.૬૪ ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં ૭૬.૩૦ ફુટ જેટલું પાણી સંગ્રહિત થઈ ગયું છે. મોરબી જિલ્લાનાં બ્રાહ્મણી ડેમમાં પણ ૦.૩૦ ફુટ નવું પાણી આવ્યું છે. જિલ્લાનાં ૧૦ જળાશયોમાં હાલ ૮૭.૯૩ ટકા પાણી સંગ્રહિત છે.
જામનગર જિલ્લાનાં સસોઈ ડેમમાં ૨૪ કલાક દરમિયાન ૦.૮૨ ફુટ પાણીની આવક થવા પામી છે. આ ઉ૫રાંત સપડામાં ૦.૫૯ ફુટ, ફુલજર-૨માં ૧.૦૨ ફુટ, વિઝરખીમાં ૦.૪૯ ફુટ, ડાય મીણસારમાં ૧.૮૦ ફુટ, ફુલજર (કોબા)માં ૧.૬૪ ફુટ, રૂપાવટીમાં ૦.૩૩ ફુટ, રૂપારેલમાં ૦.૮૨ ફુટ પાણી આવ્યું છે. જિલ્લાનાં ૨૦ જળાશયોમાં ૭૭.૭૮ ટકા પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વર્તુ-૧ ડેમમાં નવું ૧.૩૫ ફુટ, વર્તુ-૨ ડેમમાં ૧.૯૭ ફુટ, કાબરકામાં ૧.૧૫ ફુટ, વેરાડી-૨માં ૧.૧૫ ફુટ, મીણસર (વાનાવડ)માં ૦.૩૩ ફુટ પાણી આવ્યું છે. દ્વારકા જિલ્લાનાં જળાશયોની સ્થિતિ થોડી ચિંતાજનક છે. કારણકે ૧૨ જળાશયોમાં આજ સુધીમાં માત્ર ૨૩.૩૧ ટકા જ પાણી સંગ્રહિત છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં સબુડી ડેમમાં ૦.૩૩ ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાનાં ૧૧ ડેમમાં ૮૮.૨૧ ટકા પાણી સંગ્રહિત છે. પોરબંદરનાં સોરફી ડેમમાં ૦.૬૬ ફુટ અને અમરેલીનાં સાકરવડી ડેમમાં ૦.૫૯ ફુટ પાણીની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા ૮૦ ડેમો પૈકી ફોફડ, આજી-૧, આજી-૨, આજી-૩, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, મોતીસર, ફાડદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-૨, ભાદર-૨, મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોડાદ્રોઈ, મચ્છુ-૩, પન્ના, ફોફડ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૧, વાડીસંગ, વેરાડી-૧, વઢવાણ ભોગાવો-૧, વઢવાણ ભોગાવો-૨, લીંબડી ભોગાવો-૧, વાસલ, મોરસર, સબુરી, ત્રિવેણીઠાંગા, નિંભણી અને ધારી ડેમ ઓવરફલો થઈ રહ્યા છે.