મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સવારમાં ઝડપથી ચાલવાથી શરીરનાં બધાં જ અંગોને સારી એવી કસરત મળે છે. સવારમાં ખુલ્લી હવામાં વોક કરવાથી આખોય દિવસ સ્ફૂર્તિ સાથે જાય છે અને બમણી એનર્જી સાથે કામ કરી શકીએ છીએ
સવારની હવા પ્રદૂષણમુક્ત હોવાથી મોર્નિંગ વોક ફેફસાંને પણ હેલ્ધી બનાવે છે. જો તમે બહુ ઝડપથી વેઇટ રિડયુસ કરવા માગતાં હો તોપણ મોર્નિંગ બ્રિસ્ક વોકથી સરળ અને ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નહીં મળે. આ સિવાય પણ મોર્નિંગ વોકના અનેક ફાયદા છે
વેઇટ રિડયુસ
વજનને ઉતારવા માટે શરીરમાં બે પ્રોસેસ થવી જરૂરી છે.પાચન થવું અને નકામી કેલરી બર્ન થવી. આ પ્રક્રિયા વોક કરવાથી વ્યવસ્થિત રીતે થાય છે અને વેઇટ રિડયુસ ઝડપથી કરી શકાય છે.
કંટ્રોલ સુગર લેવલ
મોર્નિંગ વોકનો બીજો ફાયદો એ છે કે તેનાથી ગ્લુકોઝ લેવલ ડાઉન થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ તો અવશ્ય મોર્નિંગ વોકનો લાભ લેવો જોઈએ. જો નિયમિત મોર્નિંગ વોક કરવામાં આવે તો સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
તણાવને ઓછો કરે
મોર્નિંગ વોક વજન ઉતારવાની સાથે તણાવને પણ ઓછો કરે છે. આપણી ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં તણાવ ન હોય તે વાત અશક્ય છે. કામથી માંડીને બીજા અનેક પ્રકારની વ્યાધિ દરેક લોકોને હોય છે. જો તમે નિયમિત બ્રિસ્ક વોકની મજા લેશો તો મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે અને હળવાશ અનુભવશો.