સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલ ખાતે સાયબર ક્રાઈમ: ઈસ્યુસ એન્ડ ચેલેન્જ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો
આજના આ ડિજીટલાઈઝેશનના યુગમાં ટેકનોલોજીથી ફાયદાની સાથે નુકશાન પણ એટલું થઈ રહ્યું છે કે, સમાજમાં સાયબર ક્રાઈમના કિસ્સા દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યારે આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો અને માનવ અધિકાર ભવન દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલ ખાતે સાયબર ક્રાઈમ: ઈસ્યુસ એન્ડ ચેલેન્જ વિષય પર નેશનલ સેમીનાર યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં પ્રમ વખત નેશનલ સેમીનાર સાયબર ક્રાઈમ વિષય યોજાયો હતો. આ સાયબર ક્રાઈમ કેવી રીતે થાય છે અને તેને અટકાવવા માટેની આગમચેતી માટે મુખ્ય વકતા તરીકે ડો.ચિંતન પાઠક અને એસીપી જે.એસ.ગેડમ અને અન્ય કાયદા વિષયના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમની શરૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પોથાણી, ઉપ કુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલ તેમજ અન્ય લો ફેકલ્ટીના અને માનવ અધિકાર ભવનના અધ્યક્ષે દિપ પ્રાગટ્ય કરીને કરી હતી. આ ઉપરાંત બહોળી સંખ્યામાં લો ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
ફેકલ્ટી ઓફ લો અને માનવ અધિકાર ભવનના સમાજમાં વધતી સાયબર ક્રાઈમના ઘટના જેવી કે ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના કિસ્સાઓ, સરકારી કચેરીઓ, કોર્પોરેટ, ખાનગી ઉદ્યોગ ગૃહોની ગુપ્ત માહિતી તા એકાઉન્ટ સહિતની માહિતીઓનું હેકિંગ, ઈન્ટરનેટના માધ્યમી ફેક ન્યૂઝ વાયરલ કરવા, સાયબર બદનક્ષી, સોશ્યલ મીડિયાની સમાજ અને ખાસ કરીને યુવાનો ઉપર રહેતી અસર, સ્માર્ટ ફોનનું વ્યસન સહિતના અનેક પડકારો આજના યુગમાં સમાજ સામે રાફડો બનીને ફાટયા છે. ત્યારે આવા સંજોગોમાં સાયબર ક્રાઈમને ઘટનાને કેવી રીતે ઓછી કરી શકાય તેમજ સાયબર ક્રાઈમનો ભોગ બનતા કેવી રીતે બચી શકાય તેના પર સુરતના સિનિયર એડવોકેટ ડો.ચિંતન પાઠક અને એસીપી જે.એસ.ગેડમ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સમાજ પર આજે સાયબર ક્રાઈમને લઈને ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ખાસ કરીને નવી ટેકનોલોજી વિકસી છે ત્યારે સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધ્યા છે તો તેને કઈ રીતે અંકુશમાં લાવવા તે માટે ડો.ચિંતન પાઠકે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, સાયબર જગતમાં તમારી પ્રામિક સુરક્ષા એ તમારી જાગૃતિ છે.
આ નેશનલ સેમીનારમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની લો-કોલેજના પ્રિન્સીપાલો, અધ્યાપકો તા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સેમીનારમાં ૫૦થી વધુ રિસર્ચ પેપર પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ૬૦થી વધુ પોસ્ટર દ્વારા પ્રેજન્ટેશન કરવામાં આવ્યું હતું. આ સેમીનારને સફળ બનાવવા ભવનના વડા ડો.રાજુભાઈ દવે, ફેકલ્ટી ઓફ લો ના ડીન ડો.મયુરસિંહ જાડેજા, જામનગર લો કોલેજના પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.વિમલભાઈ પરમાર, એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સીપાલ મિનલબેન રાવલ તથા લો ફેકલ્ટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.