પુરુષોની ૨૧ અને મહિલાઓની ૧૦ ટીમે લીધો ભાગ મહાપાલિકાના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
રાજકોટ ડિસ્ટ્રીકટ ભાસ્કેટ બોલ એસો. દ્વારા સુરક્ષા સેતુ સોસા. તથા રાજકોટ મ્યુ. કોર્પો.નાં સહયોગથી પ્રથમ વખત રાજકોટ મુકામે ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા.૩ થી ૬ જાન્યુ.ના રોજ કરવામાં આવ્યું છે.જેમાં મેન્સની ૨૧ તથા વીમેન્સની ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધેલ છે.
ઓપન ગુજરાત બાસ્કેટ બોલ ટુર્નામેન્ટનોપ્રારંભ કરતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, આરએમસી દ્વારા દરેક રમતો માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથેના મેદાનો તેમજ અનુભવી કોચની યુવાનોને ખડતલ અને સ્પીરીટવાળા બનાવવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ પ્રસંગે સ્ટેટ સેક્રેટરી શરીફ શેખે બાસ્કેટ બોલ માટેના આ ગ્રાઉન્ડ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડ ગણાવી અભીનંદન પાઠવેલા હતા. ઉપરાંત ટુર્નામેન્ટનાં પ્રારંભમાં ઈન્કમટેક્ષની ટીમે બરોડાની એમ.એસ. યુની ટીમને હરાવી હતી તેમજ બીજા મેચમા તાપીની ટીમને હરાવી ભાવનગર યુની. ટીમ વિજેતા બની હતી.
આ પ્રસંગે શહેરનાં ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન યુસુફભાઈ પટેલ, સમાજ કલ્યાણ શાખાનાં ચેરમેન જૈમીનભાઈ ઠાકર, ભાજપ મહામંત્રી દેંવાંગ માંકડ, ગુજરાત સ્ટેટ સેક્રેટરી શરીફ શેખ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોન થોમસ રાજકોટમાં સૌપ્રથમવાર યોજાયેલી ઓર્ગેનાઈઝેશન સેક્રેટરીના ચેમ્પીયનશીપ માટે ડિસ્ટ્રીકટ એસો. તરફથી સ્ટેટ ચેમ્પીયનશીપ યોજાય છે. રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનની ફોર્મ્યુઆલીટી કર્યા બાદ મિત્રોના સહયોગથી કોટસ આપવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ નેશનલ-ઈન્ટરનેશનલ લેવલના બધા જ ખેલાડીઓ ભાગ લેનાર છે. એક માત્ર ગુજરાતમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. બીજા ઘણા નેશનલ પ્લેયરો પણ આમાં સામેલ છે. ખાસ કરીને રાજકોટમાં ભાઈઓ અને બહેનોની ટીમે ઘણીબધી પ્રેકટીસ કરી છે. ખાસ મદદરૂપ પોલીસ કમિશ્નરની ઓફિસ સુરક્ષા સેતુ સોસાયટીની છે.
બાસ્કેટ બોલના ઈન્ટરનેશનલ પ્લેયર હરપાલસિંહ વાઘેલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભાવનગર ખાતે પ્રેકટીસ કરૂ છું. હાલમાં ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ તરફથી અહીં રમવા માટે આવ્યો છું. છેલ્લા ૧૪ વર્ષથી હું બાસ્કેટ બોલ સાથે જોડાયેલો છું પરંતુ રાજકોટમાં જે ટૂર્નામેન્ટ થઈ છે તેમાં હું પ્રથમવાર રમી રહ્યો છું. આ વખતે ખૂબજ સારું આયોજન બાસ્કેટ બોલ માટે કરાયું છે. અહીં સારા ઈન્ટરનેશનલ પ્લેયરો પણ અહીં છે. હું માનું છું કે રાજકોટ બાસ્કેટ બોલ માટેનું હબ બની શકશે એ પૂરી શકયતા હાલ દેખાઈ રહી છે. મારી ઉંમર ૨૦૦૮-૦૯માં ૨૬ વર્ષની હતી. ત્યારે હું ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલમાં રમતો હતો. અત્યારે એ જ ડિફરન્સના કારણે ઘણી તકલીફ પડે છે. પરંતુ હજુ હું આ રમત માટે કાર્યરત છું.
સેક્રેટરી ઓફ બાસ્કેટ બોલ ગુજરાત એસો.ના શફીસ શેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એક સર્વોચ્ચ ટૂર્નામેન્ટ છે. જે પણ વિજેતા છે તે ગુજરાત રાજયના છે. આ ટૂર્નામેન્ટ રમાડવાનો હેતુ એક માત્ર એ છે કે ગુજરાત રાજયની બહેનો અને ભાઈઓની ટીમ સીલેકટ થઈ રાષ્ટ્રીયકક્ષાએ ખૂબજ સારો દેખાવ કરે. ગત વર્ષે ફાઈનલ રમ્યા બાદ આ વર્ષે નકકી ગુજરાત રાષ્ટ્રીયકક્ષાએ જીતીને બતાવશે.
ચેમ્પીયનશીપ ટૂર્નામેન્ટ ચેન્નાઈ ખાતે ૧૭ થી ૨૪ જાન્યુઅારી દરમિયાન રમાવાની છે જેમાં ગુજરાત રાજયની ભાઈઓ-બહેનોની ટીમ ભાગ લેનાર છે. ગુજરાતના હરપાલસિંહ, ભીગરથસિંહ, વિનાયકસિંહ, કૌશીક જેવા ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્ષેત્રે રમેલા છે. રાજકોટના ખેલાડીઓની વાત કરવામાં આવે તો રૂપા વાઘેલા જે ચેમ્પીયન થયેલા છે. બહેનોમાં પણ હાલ ગુજરાત ખૂબજ સુંદર કાર્ય કરી રહી છે તે ગૌરવની વાત છે.ભાવનગરના બાસ્કેટ બોલના ખેલાડી ઉઘાણી આરતીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં હું સીનીયર લેવલે બાસ્કેટ બોલની ટૂર્નામેન્ટ રમવા આવી છું, અગાઉ પણ યુથ ઈન્ડિયા ચેમ્પીયનશીપ માટે સીલેકટ થયેલી છું, મારો લક્ષ્ય એ જ છે કે હું દેશ માટે કાંઈક સા‚ કરું, આ ઉપરાંત હું ઘણી બધી જગ્યાએ રમીને આવી છું જેમાં કેરેલા, ચેન્નાઈ, પોંડીચેરી, છત્તીસગઢ, પંજાબમાં રમેલી છું, બાસ્કેટ બોલ માટે સારા કોચ પણ મળે છે અને અમે પણ ખૂબજ મહેનત કરીએ છીએ.