કોરોના પછીની સ્થિતિ સામાન્ય કરતા વધુ સારી બનાવવા જાહેર થયેલા પેકેજને આવકારતા ભાજપ પ્રવકતા
વ઼ડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇ કાલે જાહેર કરેલાં રાહત પેકેજ આત્મનનિર્ભર ભારતને આવકારતાં ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે આ પેકેજ દેશને નવી ઊંચાઇઓ તરફ લઇ જશે, જેમ ચીન સ્વનિર્ભર છે એમ ભારત પણ આવી તમામ શક્યતાઓ ધરાવે છે. અને વડાપ્રધાને દેશની જનતાને એ બાબતે જાગૃત કરી છે. પેકેજ દ્વારા એમણે ફરી ઉન્નતિના માર્ગ પર જવાનો મોકો આપ્યો છે. સૌનો સાથ,સૌનૌ વિકાસ એ સૂત્ર અહીં પણ સાકાર થાય છે એવું જણાવીને રાજુભાઇએ કહ્યું છે કે ૨૦ લાખ કરોડ જેવી જંગી રકમનું પેકેજ અગાઉ દેશના ઇતિહાસમાં ક્યારેય જાહેર થયું નથી,
રાજુભાઇએ કહ્યું છે કે કોરોના સંક્રમણ શરુ થયા પછી પાંચમી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકો સમક્ષ બોલવા ટીવીના માધ્યમથી આવ્યા. એમની પ્રત્યેક વાત, પ્રત્યેક શબ્દ સંવેદનાથી છલકાતો હતો. દેશના લોકોમાં દેશની સંસ્કૃતિમાં પ઼ડેલી અપાર શક્ચતાની વાત એમણે કરી. સકારાત્મકતાથી વિશ્વને હંમેશા ભારતે જરુર પડ્યે નેતૃત્વ પૂરું પાડ્યું છે. વધુમાં ઉમેર્યું છે કે નરેન્દ્રભાઇના વક્તવ્યમાં તમામ મુદ્દા અસરકારક હતા પરંતુ કેટલાક તો એવા હતા જેની ગાંઠ આપણે સૌએ આજથી જ બાંધવી જોઇએ. એમણે કહ્યું કે માનવજાતિના કલ્યાણ માટે ભારત શું આપી શકે, એ સવાવલ હોય તો એનો જવાબ છે ૧૩૦ કરોડ ભારતવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ. કચ્છના ભૂકંપને એમણે યાદ કરીને કહ્યું કે મારી સામે મે એ દ્રષ્યો જોયાં છે. કાટમાળના ગંજ ખડકાયા હતા. આ હાલત બદલાશે એવું નહોતું લાગતું પરંતુ કચ્છ જોતજોતામાં દોડ્યું. દુ:ખદ પરિસ્થિતિ ને સુખદ બનાવવાની આ જ સંકલ્પ શક્તિ ભારત ની પ્રજા પાસે છે.
ગઇકાલના વક્તવ્યમાં એમણે ભારતના હવે પછીના વિકાસના પાંચ પાયાની વાત કરી. પાંચ પીલર પર દેશ ઊભો રહેશે. એક તો ઇકોનોમી-અર્થતંત્ર બીજો પીલર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજો પાયો એક એવી સિસ્ટમ જે૨૧ મી સદીના સપના સાકાર કરવા વાળી ટેક્નોલોજીની સિસ્ટમ હશે. ચોથો પીલર વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને પાંચમો પીલર ડીમાન્ડ. આપણે માંગ અને પુરવઠાની ચેઇનની ક્ષમતાનો પુરતો ઉપયોગ કરવો પડશે,
રાજુભાઇએ ઉમેર્યું કે નરેન્દ્રભાઇએ અગાઉ પણ સૂત્ર આપ્યું હતું, લકી કલ કે લિયે લોકલ. ગઇકાલે ફરી કહ્યુ: લોકલને મહત્વ આપવાનું છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવાની છે. રાજુભાઇએ અંતમાં જણાવ્યું કે નરેન્દ્રભાઇની સમગ્ર વાતને હું ભાજપના કાર્યકર્તા તેમ જ દેશના નાગરિક તરીકે આવકારું છું..