વિદ્યાર્થીઓને ઉત્તમ કારકિર્દી બનાવી આપતી સંસ્થા: વીવીપી એન્જિનિયરીંગ કોલેજ
વી.વી.પી. ઈજનેરી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગના વિદ્યાર્થીને બેંગ્લોર સ્થિત એમસીક્યુપીબી કંપનીમાં 13 લાખનું પેકેજ મળ્યું છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ સરેરાશ સાડા ચાર લાખથી વધારે રકમનું વાર્ષિક પેકેજે મળે છે. વિવિધ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ઈ-ઈન્ફોચીપ, એક્ષ્ાતેન્સીયા, અસાઈટ, તત્વસોફટ વગેરેમાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્લેસમેન્ટ મેળવી રહ્યા છે. કોમ્પ્યુટર તથા આઈ. ટી.માં વૈશ્ર્વિક સ્તરે વિશાળ તકો ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ મિકેનીકલનું હબ છે. મારૂતિથી શરૂ કરી મર્સિડીઝ સુધીના 80 ટકા ઓટોમોબાઈલ પાર્ટસ રાજકોટમાં બને છે. મશીન ટુલ્સ, ઓટો પાર્ટસ વગેરેમાં સૌરાષ્ટ્ર-કચ્છ વૈશ્ર્વિક સ્તરે છવાયેલું છે. આત્મ-નિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા ના સ્વપ્નને વી.વી.પી. મીકેનીકલના વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છે. વી.વી.પી.મિકેનીકલના વિદ્યાર્થીઓને વર્ષ ર0રરમાં 1ર0 જોબ વેક્ધસી ઉપલબ્ધ થઈ છે. બે વિદ્યાર્થીઓ સાડા સાત લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે વિશ્ર્વની સૌથી મોટી રીફાઈનરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, જામનગરમાં તથા અન્ય વિદ્યાર્થીઓ ઈન્ફોસીસ, વિપ્રો, મહિન્દ્રા, આર.એસ.પી.એલ. લીમીટેડ, થર્મીટેક વગેરેમાં પસંદગી પામ્યા છે.
ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં વર્ષ ર0રરમાં વિદ્યાર્થીઓને સાડા સાત લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે રીલાયન્સમાં તથા અન્ય વિદ્યાર્થીઓ આર.એમ઼ એનર્જી, સિનેટસ ડીઝાઈન, નિરમા લીમીટેડ, મહિન્દ્રા સી.આઈ.ઈ., આર.એસ. પી.એલ.માં ખૂબજ સારા પેકેજ સાથે પસંદગી પામ્યા છે. ઈલેકટ્રીકલ વ્હીકલ તથા સોલાર પાવરનીહરણફાળને ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં ઈલેકટ્રીકલ એન્જીનીયરો માટે વિશાળ તકો ઉપલબ્ધ છે.
વી.વી.પી.માં ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ વર્ષ 1996થી કાર્યરત છે તથા હાલમાં આંતર-રાષ્ટ્રીય માપદંડોને સર કરતાં એક્રેડીટેશન મેળવેલ છે. તદ્દઉપરાંત કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઈલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન તથા સીવીલ એન્જીનીયરીંગે પણ એક્રેડીટેશન પ્રાપ્ત કરેલ છે.વી.વી.પી.માં કેમીકલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ વર્ષ 1996થી કાર્યરત છે. વી.વી.પીના કેમીકલના વિદ્યાર્થીઓને રીલાયન્સ, નીરમા કેમીકલ્સ, ટાટા કેમીકલ્સ, આર.એસ.પી.એલ., ટી.સી.એસ., ઈ.પી.પી. કોમ્પોઝીટ લીમીટેડ, ડોર્ફ કેટલ જેવી ખ્યાતનામ કંપનીઓમાં પ્લેસમેન્ટ મળેલ છે. રીલાયન્સ અને એસ્સાર સાથે કરેલએમ઼ઓ.યુ. તથા એન.એ.બી.એલ. એપુ્રવ્ડ એન્વાયરમેન્ટ ઓડીટ સેલને કારણે વી.વી.પી. કેમીકલના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓને ખૂબ સારું પે્રકટીકલ જ્ઞાન મળી રહે છે.
2022માં ઉર્ત્તીણ થયેલ તથા હાલમાં અભ્યાસ કરતા અને વર્ષ ર0ર3માં ઉર્ત્તીણ થનાર બન્ને મળી કુલ 350થી વધુ વિદ્યાર્થીઓને 11 કરોડથી વધુ રકમનું કુલ વાર્ષિક પેકેજ મળ્યું છે. પ્લેસમેન્ટની સફળતા માટે પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયાના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કમિટીના ક્ધવીનર ડો. જીજ્ઞેશભાઈ જોશી તથા કમિટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.પ્લેસમેન્ટની સફળતા માટે વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવેએ વી.વી.પી.ના તમામ પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.