અચાનક એક દિવસ લોકડાઉન ની રજાઓમાં સૌથી અઘરું કામ કરવાનું નિર્ણય લીધો.હા,થોડું અધરું નવરા બેઠા રોજ કંઇક નવું કરવાની ઈચ્છા થતી પણ કશું શક્ય બનતું ન હતું કારણ મનમાં અનેક સવાલો મૂંઝવતા હતા કે હવે શું થશે? જીવન કઈ રીતે જીવી શકાશે? એ પણ આ ચાર દીવાલો વચ્ચે પછી તો એક દિવસ મમ્મી જેમ દિવાળી પહેલા રોજિંદા કામને ગોઠવી સૌથી સરળ દેખાતું સૌથી અઘરું કામ હાથ ઉપર લઇ ફટાફટ પૂર્ણ કરતી તે સાફ સફાઈ નું કામ મેં પણ હવે એ જ રીતે મમ્મીની જેમ સૌથી અઘરું કામ જે મારા માટે હતું તે સાફ -સફાઈનું કામ હાથ પર લેવાનું નક્કી કર્યું અને રોજ કરતા કંઈક અલગ કરવાનું વિચાર્યું.
નક્કી તો થઈ ગયું પણ જેવો કબાટ ખોલ્યો ત્યાં લાગ્યું આ મારાથી નહીં થઈ શકે પછી મનને મનાવ્યું અને નક્કી કર્યું ત્યાં આજે તો આ કામ જાતે જ પૂર્ણ કરી લેવું છે ધીરે ધીરે બધી વસ્તુ કાઢવાની શરૂ કરી તેમાં કેટલી નવી અને કેટલી જૂની વસ્તુઓને ફરી એકવાર જોઈ આનંદ થયો અને વિચારો પણ થોડા બદલાયા ત્યારે એક ખાનામાં નાનકડી એક ચીઠ્ઠી જોઈ મનમાં ઉત્સુકતા જાગી આ શું છે? પછી તેના વિચારોમાં તેને થોડી વાર જોઈ અને તેને ખોલી જોયું તો તેમાં મારા બાળપણના અક્ષરો સાથે ૩ નાના વાક્યો લખેલા હતા. જેમાં સૌપ્રથમ સમજણ જીવનને સરળ બનાવે’આ વાક્યને વાંચતા મને સમજાયું કેમ મુશ્કેલ સમયમાં આ વાતને સમજવી થોડી અઘરી છે પણ એકવાર આ વાતને સમજી લેવાથી અનેક સવાલો દૂર થઈ શકે છે આથી કોઈ પણ વાત ને વિચારતા પહેલા તેને સમજવી જરૂરી છે ત્યારબાદ બીજું વાક્ય સાહસ એજ તક એવું લખ્યું હતું આ વાક્ય વાંચતા મને સમજાયું કે મનમાં સાહસ કરવાનો વિચાર સદાય રાખવો જોઈએ તેનાથી જ જીવનની અનેક નવી તક્કો ખુલ્લી શકશે અને ત્રીજુ વાક્ય એ લખ્યું હતું કે સંઘર્ષ એ જ સફળતા આ વાક્ય વાંચી મને સમજાઈ ગયું કે જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ છે પણ તે સંઘર્ષ સાથે એક પ્રયાસની કોશિશ મને સફળ બનવા માટે યોગ્ય અવસર આપી શકે છે.
આ ત્રણ વાક્યો વાંચતા મનમાં ચાલતા વ્યર્થ વિચારો દૂર થવા લાગ્યા અને જીવનને આગળ લઈ જવાના માર્ગ દેખાવા લાગ્યો ત્યારબાદ એ ચિઠ્ઠીને ઉંધી કરતા તેમાં લખ્યું હતું ગુરુ પાસેથી શીખેલી ૩ અણમોલ વાતો જીવનમાં દરેકને અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે આ લોકડાઉનમાં મારા મનમાં પણ અનેક સમસ્યા અને સવાલોનો ઉદભવ થયો જેનો ઉકેલ આ આ ચિઠ્ઠી થકી મને મળ્યો ગુરુ એ જીવનના ઘડતર માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ છે જે જીવનમાં દરેક પડાવે બદલાતા જતા હોય છે પણ આ જ રીતે ગુરુ ની કહેલી અમુક અણમોલ વાતો મનના અંધકારને શબ્દોના પ્રકાશ સાથે ઉજ્વળ બનાવી દીધો.
આજે મમ્મી નું એ જ સાફ સફાઈનું સૌથી અઘરા કામે મારા વિચારોને દ્વારને ખોલી નાખ્યા આથી ગુરુ મારા મતે એક બોલપેન સમાન છે અને શિષ્ય એ તેમાં રહેલી શાહી સમાન છે ગુરુ ક્યારેય તેના શિષ્યના બહારના પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવતા નથી પરંતુ હંમેશા શિષ્યની અંદર પડેલા શાહી સમાન વિચાર અને તેની નિર્બળતા ને શ્રેષ્ઠ બનાવી જીવનને રંગતા શીખવે છે તો ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે તમામ ગુરુજનોને મારા વંદન.