પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે તેથી ભગવાન શ્રીરામે દેવી શક્તિને જાગૃત કરવાનો નિર્ણય લીધો. આસો માસના સુદ પક્ષમાં પ્રતિપદા એકમથી લઈને ૯ મી સુધીના નવ દિવસ ભગવતી મહા શક્તિની આરાધના કરીને શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધા તેના ફળસ્વરૂપે તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દસમી વિજયા દશમીના દિવસે વિજય મુહૂર્તે લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓના ગરિમાપૂર્વક સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રી એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી ક્રમશ: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટાસ કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવામાં આવે છે. એકમના દિવસે માતા શૈલપુત્રીની પૂજન કરવાથી સૌભાગ્ય, બીજના દિવસે માતા બ્રહ્મચારિણીની નૃત્ય કરવાથી કાર્યમાં સફળતા, ત્રીજના દિવસે માતા ચંદ્રઘંટાને પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, ચોથના દિવસે માતા-પિતાનું પૂજન કરવાથી આકર્ષણ, પાંચમના દિવસે માતા સ્કંધ માતાનું પૂજન કરવાથી પુત્ર સુખ, છઠના દિવસે માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપુર્તિ સાતમના દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય, આઠમના દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી નવનિધિ અને નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે. આ રીતે નવરાત્રીની નવ દિવસની ઉજવણીની ગરિમાપૂર્વકની પરંપરા સામાજિક ધોરણે જો આપણા તહેવારોની ઉજવણી કરવામાં આવે તો તેના દરેક પ્રસંગો આયામો અને ઘડીના ખૂબ જ મોટા મર્મસ્પર્શી મહત્વ રહેલા હોય છે. સામાજિક ધાર્મિક તહેવારો દરેક માનવી પરિવારને કાર્ય ઊર્જા અને ચેતનાનો સંચાર કરવાની મુળભુત પ્રેરણા દર્શાવે છે. દિવાળીને પ્રકાશ અને ઊર્જાનું પર્વ માનવામાં આવે છે. વર્ષનો અંતિમ દિવસ દિવાળીને પ્રકાશ પર્વ તરીકે પૃથ્વીને નવા વર્ષે આવતા વર્ષ માટેની કાર્ય ઊર્જાના શક્તિના સંજયનું એક આગવું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ રહ્યું છે ત્યારે દિવાળી પૂર્વે બરાબર ૨૦ દિવસ પૂર્વે શરૂ થતા નવરાત્રી મહોત્સવને પ્રકાશ અને ઊર્જાના અધિગ્રહણ પૂર્વે નવા વર્ષે શક્તિ પ્રાપ્ત કરવાનો અવસર તરીકે ગણી શકાય. કોઈપણ પ્રકાશ અને ઊર્જા શક્તિના પાત્ર વગર રાખી ન શકાય, પ્રકાશ ને ઉર્જા જીવનમાં નવા ઉમંગ અને કાર્યસિદ્ધિ અને કાર્યક્ષમતા માટે આવશ્યક છે ત્યારે આ ઉપચાર માટે જરૂરી એવી શક્તિ સંચય નવરાત્રી મહોત્સવમાંથી પ્રાપ્ત થાય છે. આદ્યશક્તિના શક્તિ પર્વની આરાધનાનું આ પર્વ ધાર્મિક સામાજિક અને ભૌતિક રીતે શક્તિના સંચય તરીકે ઉજવીએ છીએ. નવરાત્રી દરેકના જીવન માટે આદ્યશક્તિની આરાધનાના પર્વ અને જીવનમાં અસુરોનાં નાશ માટે ફળદાયી બની રહે તેવી અભ્યર્થના….
પ્રકાશ, ઉર્જા અધિગ્રહણ પૂર્વે આવશ્યક શક્તિ સંચય માટે નવરાત્રી મહોત્સવ આદ્યશક્તિની આરાધનાનો સર્વ શ્રેષ્ઠ અવસર…
Previous Articleગીર સોમનાથ જિલ્લામાં ૨૩મી સુધી હથિયારબંધી
Next Article આવી નોરતાની રાત: આદ્યશકિતની આરાધનાનો કાલથી આરંભ