સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ખચકાટ સામે અભયભાઈ ભારદ્વાજે ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો

સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ અને રાજકિય વગ ધરાવતા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા બાબતે ખચકાતા હોય છે પરંતુ આ વાતને ખોટી સાબિત કરીને કોરોનાને મહાત આપી રહ્યાં છે રાજ્યસભાના સાંસદ અને જાણીતા વકિલ અભયભાઈ ભારદ્વાજ.

રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ભારદ્વાજ જણાવે છે કે, ગત્ત રોજ કોરોના પોઝીટીવ આવતા મુખ્યમંત્રી સાથે વાત થઈ હતી. તેમની પ્રેરણાથી મેં સિવીલ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારથી અહીંયા આવ્યો છું અને જોયુ કે તમામ દર્દીઓ સાથે એકદમ સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવે તો તેણે સારવાર માટે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં  સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા ઉત્તમોત્તમ સારવાર આપવામાં આવી રહી હોવાનું ભારદ્વાજે ઉમેર્યું હતું.

વધુમાં સાંસદ અભયભાઈ એ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા એક સુચારૂ ટીમવર્કના કારણે જ શક્ય બની છે.

અહિં કામ કરતી તમામ વ્યક્તિ નાનામાં નાની બાબતે સજાગ છે અને ચિવટતાપૂર્વક કામકરી રહી છે.

આવી શ્રેષ્ઠ વ્યવસ્થા સરકારી તંત્ર સિવાય સંભવિત બની શકે નહી માટે કોરોનાની સારાવાર સરકારી હોસ્પિટલમાં જ લેવી જોઈએ. કોરોનાના દર્દીને ઘાણીવાર કોરોનાની સાથે સાથે અન્ય બિમારીઓ પણ હોય છે જેનું ધ્યાન રાખીને પણ આ ડોક્ટરો સુયોગ્ય સારવાર કરે છે.

આ તકે સાંસદ ઉપરાંત અન્ય લોકોની સારવાર કરતા અને આસિસ્ટન્ટ પ્રોફેસર મેડીસીન ડો. મેઘાવી ભપ્પલ જણાવે છે કે,  હું રાજકોટ મેડીકીલ કોલેજમાં દસ વર્ષથી ફરજ બજાવું છું. રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અંશભાઈ ભારદ્વાજ અહીં સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.