શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની પીઠ થાબડી
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક મેઇન રોડ પર 2100 વાર વિશાળ જગ્યામાં સૌરાષ્ટ્ર ઝોનનું ભાજપ કાર્યાલય આકાર લઇ રહ્યું છે. ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર ઝોનના આ ભાજપ કાર્યાલયની મુલાકાત લઇ રાજીપો વ્યકત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર ડો. પ્રદિપભાઇ ડવ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથ કાર્યાલયનું નિર્માણ કામ શકય તેટલું ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર પાટીલ ગઇકાલે રવિવારે રાજકોટના મહેમાન બન્યા હતા તેઓએ ન્યુ રાજકોટમાં શિતલ પાર્ક મેઇન રોડ પર બની રહેલા સૌરાષ્ટ્ર ઝોનના ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી તેઓએ કાર્યાલયના તમામ ત્રણેય માળની મુલાકાત લીધી હતી. કાર્યાલયના બાંધકામની ગુણવતા અને કામની ઝડપથી તેઓએ રાજપો વ્યકત કર્યો હતો. કાર્યાલયની ઝીણવટ ભરી સમીક્ષા કર્યા બાદ મીડીયા સાથેની વાતચીત દરમિયાન પ્રદેશ ભાજપ અઘ્યક્ષે જણાવ્યું હતું કે, ભારતનું સર્વશ્રેષ્ઠ ‘કમલમ’ રાજકોટ ખાતે નિર્માણ પામી રહ્યું છે. તેઓએ શ્રેષ્ઠ કાર્યાલયના નિર્માણ માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. પ્રદિપભાઇ ડવ, અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી-સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ નરેન્દ્રસિંહ ઠાકુર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.