અનંત ચતુર્દશીની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશી વ્રત રાખવામાં આવે છે.
અનંત ચતુર્દશીને અનંત ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે પંચાંગ અનુસાર, ચતુર્દશી 28 સપ્ટેમ્બરે આવે છે અને તે 28 સપ્ટેમ્બરે સાંજે 6:49 વાગ્યે સમાપ્ત થશે. અનંત ચતુર્દશીના દિવસે જ ગણપતિ વિસર્જન કરવામાં આવે છે.
અનંત ચતુર્દશીનો શુભ સમય :-
પંચાંગ અનુસાર, ચતુર્દશી તિથિ 27 સપ્ટેમ્બરે રાત્રે 10:18 વાગ્યે શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે સાંજે 6:49 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવશે.
અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત: 6:12 AM થી 6:49 PM
ગણપતિ વિસર્જનનું મુહૂર્ત:-
ગણપતિ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે જ કરવામાં આવે છે. પંચાંગ મુજબ 28 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન માટે ત્રણ મુહૂર્ત બની રહ્યા છે.
પ્રથમ મુહૂર્ત: સવારે 6:11 થી સવારે 7:40 સુધી
બીજો મુહૂર્ત: સવારે 10:42 થી બપોરે 3:10 સુધી
ત્રીજો મુહૂર્ત: 4:41 મિનિટથી 9:10 મિનિટ
અનંત ચતુર્દશી પૂજન પદ્ધતિ:
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સાફ કરી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. શ્રી હરિને અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ અને અર્પણ કર્યા પછી શક્ય હોય ત્યાં સુધી તેમના મંત્રોનો જાપ કરો. પૂજાના અંતે ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર અર્પણ કરો.