શુભ કાર્યો કરવા માટે મુહૂર્ત અને ચોઘડીયા શ્રેષ્ઠ પરંતુ પ્રત્યેક કાર્યને શ્રેષ્ઠ અને સફળ બનાવવા દ્દઢ સંકલ્પ અને માત્ર ઈચ્છાશકિતની જરૂર
વસંત પંચમી હિન્દુ પંચાંગ અને કેલેન્ડરનો શ્રેષ્ઠ દિવસ 16 ફેબ્રુઆરીએ મંગળવારના રોજ ‘વસંતપંચમી’ મનાવવામાં આવશે. આ પવિત્ર દિવસે જ્ઞાન અને વાણીના દેવી માં સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે. કહેવાય છે કે માં સરસ્વતીની પૂજા-અર્ચના કરવાથી જ્ઞાન,બુધ્ધિ, વિવેક સાથે વિજ્ઞાન, કલાક અને સંગીતમાં નિપુણતા મેળવવાના આર્શીવાદ મળે છે. આ વાતથી તો આપણે વાકેફ છીએ કે વસંતપંચમીએ માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. પણ આમ કરવા પાછળનું કારણ શું છે તેના વિશે જાણવું પણ જરૂરી છે.
વસંતપંચમીનું મહત્વ
વસંત પંચમીનાં દિવસે શિક્ષણનો પ્રારંભ, નવી વિદ્યા, કલા, સંગીત વગેરે શીખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાના બાળકોને આ દિવસે અક્ષરજ્ઞાન શીખવવાની શરૂઆત કરવામાં છે. આદિવસે લોકો ગૃહ પ્રવેશનું શુભકાર્ય પણ કરે છે પૌરાણિક માન્યતાનુસાર વસંત પંચમીના દિવસે કામદેવ-પત્ની રતિ સાથે પૃથ્વી પર આવે છે, અને ચારે તરફ પ્રેમનો સંચાર કરે છે. વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહે છે. આ દિવસે દેવી સરસ્વતી સહિત ભગવાન વિષ્ણુ તથા કામદેવની આરાધનાનો દિવસ કોઈપણ શુભકાર્ય માટે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વસંત પંચમીએ સરસ્વતી ર્માંની પૂજા શા માટે?
પૌરાણિક માન્યતા અનુસાર, જ્ઞાન અને વાણીની દેવી માં સરસ્વતીનું અવતરણ મહા સુદ પાંચમના દિવસે બ્રહ્માજીનાં મુખમાંથી થયું હતુ. તેથી આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવાની પરંપરા છે.
‘વસંત પંચમી’ના આ વર્ષના શ્રેષ્ઠ મુહૂર્ત
ફેબ્રુઆરી મંગળવારે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા માટે કુલ 5 કલાક 37 મિનિટનો સમય મળે તેમ છે. સવારે 6 કલાકે અને 59 મિનીટથી બપોરે 12 વાગ્યે અને 35 મીનીટ વચ્ચે સરસ્વતી પૂજાનું મૂહૂર્ત શુભ છે. આ વર્ષે રેવતી નક્ષત્રમાં વસંત પંચમી પર્વ મનાવવામાં આવશે. મકર સંક્રાતિ બાદ વસંત પર્વ પણ ધામધૂમથી મનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ પણ શુભ કાર્ય અને ખાસ કરીને લગ્ન માટે આ દિવસને શ્રેષ્ઠ મનાય છે. આ દિવસથી પ્રકૃતિમાં પણ બદલાવ નજર આવે છે.