ચુંબન, આલિંગન, સ્પર્શ એ તમામ વ્યવહાર પ્રેમનો ઇઝહાર કરવા માટે છે. જે લાગણીની આપ લે કરે છે. પરંતુ પ્રેમી યુગલો અત્યારની બીઝી લાઇફમાં એકબીજાથી દૂર થતા જાય છે. એકબીજાને પૂરતો સમય નથી આવી શકતા જેનાં કારણે અનેકવાર સંબંધો તૂટવાને આરે ઉભા રહે છે. અને એટલે જ અહિં ચુંબન એટલે કે કિસ રોજ કરવાથી થતા ફાયદા વિશે તમને જણાવીશુ……

અને એટલે જ અહિં ચુંબન એટલે કે કિસ રોજ કરવાથી થતા ફાયદા વિશે તમને જણાવીશુ….

– પ્રેમનો એકરાર :

પાર્ટનર સાથે પ્રેમનો એકરાર કરવા માટે ચુંબન સૌથી સારુ માધ્યમ છે. ચુંબન દ્વારા તમે તમારા પાર્ટનરને તમારો પ્રેમ દર્શાવે છે.

– સંબંધોમાં નિકટતા લાવે છે.

ચુંબન કરવાથી નિકટતા વધે છે. જો તમારા અને પાર્ટનરની વચ્ચે કંઇ સારુ  વર્તન નથી ચાલતું તો તમારા પાર્ટનરને મીઠી એવી કિસ કરીને તેનો ગુસ્સો શાંત કરો.

– ભાવનાત્મક લગાવ :

કીસ કરવાથી સંબંધો માત્ર દિલથી નહીં પરંતુ એકબીજાની વચ્ચે ભાવનાત્મક લગાવ પણ વધી જાય છે. આ બાબતથી કપલ્સની લાગણીઓ પણ એકબીજાથી જોડાય જાય છે.

– સંબંધોમાં રોમાંસ :

જો તમારી લાઇફ નીરસ બની ગઇ છે. તો તેમાં રોમાંસ માટે કિસ એ ઉત્તમ ઉપાય છે. રોજ તમારા પાર્ટનરને કિસ કરો અને રોમાંટીક લાઇફ જીવો

– તણાવ દૂર થાય છે.

વર્તમાન જીવનશૈલીમાં સૌ કોઇ તણાવગ્રસ્ત રહેતા હોય છે. જો તમે પણ તણાવથી પરેશાન છો.

તો તમારા પાર્ટનર સાથે બેસીને પ્રેમભરી વાતો કરો અને તેને કિસ કરીને જુઓ, જરુરથી હળવાશ અનુભવશો.

– મતભેદ ઓછા થાય છે.

જે કપલ્સ વચ્ચે વાત વાતમાં ઝઘડા થાય છે. તો શાંતિપૂર્ણ વાતાવરણ માટે તમારી રુટીન લાઇફમાં કિસનો સમાવેશ કરો. જેનાથી પાર્ટનરનો ગુસ્સો પણ પ્રેમમાં પરિણમશે.

– પાર્ટનરને આંકવામાં મદદ :

એક શોધ પ્રમાણે પાર્ટનરને આંકવામાં ચુંબન કરવું એ પૂરતુ છે. એટલે તમારા સંબંધમાં પ્રેમ જાળવી રાખવા પાર્ટનરને રોજ મીટી અને પ્રેમભરી કિસ કરો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.