વિશ્વ આખું કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આર્થિક, માનસિક કે, શારીરિક કોઈ પણ જંગ હોય તેમાં તમારું તંદુરસ્ત સ્વાસ્થ્ય હોવું ખુબ જરૂરી છે. આજે વધુ પડતા લોકોની જિંદગી બેઠાડુ થઈ ગઈ છે. જેના કારણે સ્વાસ્થ્ય નબળું પડ્યું અને ઘણી બીમારીઓ ઘર કરી ગઈ છે. કોઈ પણ બીમારી સામે લાડવા માટે માણસની ઇમ્યુનીટી સિસ્ટમ સારી હોવી ખુબ અગત્યની બાબત છે.
ઇમ્યુનીટી સિસ્ટમ સારી કરવા માટે એક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલુ ઉપાયને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, ‘રોજ 30 મીનિટ સાઇકલ ચલાવવાથી હાઇ બીપી, બ્લડ શૂગર, હ્વદયરોગ જેવી સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહી જો નિયમિત સાઇકલ ચલાવવામાં આવે તો શરીરના ઇમ્યૂન સેલ સક્રિય રહે છે.
ઇમ્યૂનિટી મજબૂત થવાથી વાઇરસ કે બેકેટેરિયાથી થતી બીમારીથી બચી શકાય છે. શારીરિક ઉપરાંત માનસિક શકિત પણ વધે છે. એક સંશોધન મુજબ સાઇકલ ચલાવનારનું બ્રેઇન સામાન્ય માણસની સરખામણીમાં 20 ટકા વધારે સક્રિય રહે છે. પેટની ચરબી અને કમરના દુખાવાની સમસ્યાથી પીડામાંથી પણ છુટકારો મળે છે.
પ્રથમ વિશ્વયુધ્ધમાં સૈનિકો સાઇકલ પર બેસીને યુધ્ધ કરવા જતા હતા. બ્રિટીશ આર્મીમાં સાઇકલ સેનાનું પણ મહત્વ હતું. આ કરવા પાછળનું મહત્વનું કારણ હતું કે સૈનિકોની ઇમ્યુનીટી સિસ્ટમ સારી રહે. ભારતમાં 1947 થી 1990 સુધી સાઇકલ લોકપ્રિય વાહન રહયું હતું. આર્થિક ઉદારીકરણ પછીના આર્થિક વિકાસની સાથે સાઇકલનું ચલણ ઓછું થયું છે. એક સમયે ખેડૂતો સાઇકલ લઇને ખેતરે જતા, શહેરી લોકો બજારમાં ખરીદી કરવા સાઇકલ લઇને જતા અને પોસ્ટખાતાના ટપાલીઓ સાઇકલ પર બેસીને ઘરે ઘરે ટપાલ નાખવા આવતા હતા.
ડોક્ટરો પણ નિયમિત સાયકલ ચલાવાની સલાહ આપે છે. જેથી તમારી ઇમ્યુનીટી સિસ્ટમ પાવરફૂલ બંને. સવારમાં 30 મિનિટ સાયકલ ચલાવાથી તમારો મગજ એક દમ ફ્રેશ થઈ જાય. આખા દિવસમાં કરવામાં આવતા કામમાં એક નવી ઉર્જાનો સંચાર થાય. સવારે 30 મિનિટ સાયકલ ચલાવાથી સ્વાસ્થ્યતો સારું રહે, અને આ સાથે તમારા મગજની કાર્ય કરવાની શક્તિ પણ વધી જાય છે.