કાલથી ૧૦ ફેબ્રુઆરી સુધી દર રવિવારે મેચ : કુલ ૨૪ ટીમ મેદાનમાં ઉતરશે યુવાનોની સાથે સાથે ૧ સિનિયર સિટીઝનની ટીમ ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર : આયોજકો ‘અબતક’ની મુલાકાતે
સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ આયોજીત સ્વ.અશ્વિનભાઈ મહેતા મેમો. ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી બ્રહ્મ યુવાનોની ચુનીંદા ટીમો ભાગ લેશે જેમાં રાજકોટ, પોરબંદર, જામનગર, ચોટીલા, સુરેન્દ્રનગર, જસદણ ગોંડલ વગેરે શહેરોની ટીમોનો સમાવેશ થાય છે.
છેલ્લા ૪ વર્ષથી બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુકલ તથા સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શીતભાઈ જાનીની આગેવાની હેઠળ આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ નવા રંગરૂપ સાથે રવિવારથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. અને સતત ૫ રવિવાર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. તથા તા.૧૦.૨ ને રવિવારના રોજ સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ રમાશે.
આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે કુલ ૫ મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ સવારે ૭ વાગ્યે ગાયત્રી ઈલેવન અને બજરંગ ઈલેવન વચ્ચે. બીજો મેચ સવારે ૯ વાગ્યે વોર્ડ નં. ૩ ઈલેવન અને શિવ ઈલેવન વચ્ચે ત્રીજો મેચ સવારે ૧૧ વાગ્યે પરશુરામ ઈલેવન પોરબંદર અને ઔદીચ્ય ઝાલાવાડી ઈલેવન વચ્ચે. ચોથો મેચ બપોરે ૧ વાગ્યે સારસ્વત યુવા સેના ઈલેવન અને બ્રહ્મરક્ષા મંચ ૬ ઈલેવન વચ્ચે અને પાંચમો મેચ બપોરે ૩ વાગ્યે બ્રહ્મરક્ષા મંચ એ. ઈલેવન અને મહાદેવ ઈલેવન વચ્ચે મુકાબલો યોજાશે. અને આનંદની વાત એ છેકે યુવાનોની સાથે સાથે ૧ ટીમ સીનીયર સીયીઝનની ટીમ પણ છે. જે આ ટુર્નામેન્ટનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ટુર્નામેન્ટનાં ઉદઘાટન પ્રસંગે સીટીઝન કો.ઓપરેટીવ બેંકના એમ.ડી. હારિતભાઈ મહેતા, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુકલ, સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શીતભાઈ જાની તેમજ મહામંત્રીઓ દીપકભાઈ પંડયા, કમલેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખો પ્રશાંતભાઈ જોષી, ડો. દક્ષેશભાઈ પંડયા, નલીનભાઈ જોષી ઉપરાંત જયેશભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જનાર્દનભાઈ આચાર્ય, ડો. અતુલભાઈ વ્યાસ,મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાય; ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોષી વગેરે ઉપસ્થિત રહેશે.
આ ટુનામેન્ટની સંપૂર્ણ વ્યવસ્થા સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ દર્શીતભાઈ જાની અને હિરેનભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ જાની, ધવલભાઈ, મયુરભા કિશોરભાઈ , રાહુલભાઈ , જાનીભાઈ તેમજ બ્રહ્મસમાજના હોદેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત વિવિધ તળગોળના બ્રહ્મ યુવાનોની ટીમ કાર્યરત છે.
આ ટુર્નામેન્ટ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, લોકો કોલોની જામનગર રોડ ખાતે યોજાનાર છે. જેમાં રાજકોટ શહેરના ક્રિકેટ પ્રેમીઓ ને પધારવાનું ખાસ અનુરોધ છે.