આખા વર્ષમાં ચાર નવરાત્રીની ઉજવણી થાય છે. જેમાં આસો નવરાત્રી સૌથી મોટી જયારે ચૈત્ર નવરાત્રી ભગવાન રામની ઉપાસના માટે જયારે મહા અને અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. મહામાસની ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ આજથી થઈરહ્યો છે.
જયારે ૧૪ ફેબ્રુ.એ પુરીથાયછે. આ નવરાત્રીમાં ખાસ કરીને તંત્રવિધાની ઉપાસના કરવામાં આવે છે. દશ દિવસ સુધી મહાવિધા માટે માતાજીની પૂજા કરવામાં આવે છે. રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા મંદિરમાં માતાજીને શરગાર કરવામાં આવ્યો હતો.