દ્વારકા ના ભીમરાણા ગામની પ્રખ્યાત સંસ્થા નવજીવન ટ્રસ્ટ છેલ્લા વર્ષથી કાર્યરત છે. અહી અનેક પ્રકારના તાલીમાર્થી અહી પોતાની જાતને કંડારવા અહી માર્ગદર્શન મેળવવા અહી આવે છે. આ તમામ કોર્ષ માંથી એક કોર્ષ છે.ડ્રાઇવીંગ તાલીમ હાલ નવજીવન ટ્રસ્ટ દ્વારા ડ્રાઇવીંગ તાલીમનો બીજા વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અવસરે નવજીવન ટ્રસ્ટ ના ડાયરેક્ટર ફાધર થોમસ, ફાધર વિનોદ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા આ કોર્ષ નિશુલ્ક ચલાવવામાં આવે છે. અને આ કોર્ષ અંતર્ગત કોમ્યુટર દ્વારા ટ્રેનીંગ, સ્પોકન ઇગ્લીંશ, યોગા, લાઇફ સ્કીલ, તથા બેઝીક ઇગ્લીસ શીખવવામાં આવે છે. આ ડ્રાઇવીંગ કોર્ષ પુર્ણ કર્યા બાદ કૌશલયુક્ત ડ્રાઇવરને તૈયાર કરવામાં આવે છે. અને યોગ્ય જગ્યાએ ડ્રાઇવરની જરૂરીયાતની જોબ માં તે વ્યક્તિ ને રાખવા માટે આ સંસ્થા મદદ પણ કરે છે.