આત્માનું ઓડીટ કરવાના ઉત્તમ દિવસો એટલે પર્યુષણ પર્વ

ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધમેમય માહોલ બનાવવા માટે તેમજ ધમે પ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક,અનુષ્ઠાનો, પ્રાથેના, પ્રવચન,પૌષધ, પ્રતિક્રમણ,તપ-જપ કરી ધમે ધ્યાનમાં સતત રત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પવેની પરંપરા ચાલુ કરેલ છે.

પર્યુષણ પવેને જૈનો પવેનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખુ વષે મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વષે સફળ થઈ જાય છે.તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે. વષે દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના,ગહો કરી,પ્રાયશ્ચિત લઈ તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.આગળના સાત દિવસ એટલે આત્મ સાધના કરવાના દિવસો અને સવંત્સરીનો દિવસ એટલે સિધ્ધીનો દિવસ.

જ્ઞાની ભગવંતો કહે છે આઠ દિવસ પોતાના આત્માનું ચેકીંગ કરી આલોચના,પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંત : કરણપૂવેક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વધેમાન પરીણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પવેના મહાન અને પવિત્ર દિવસો રહેલાં છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.